Mysamachar.in-રાજકોટ:
રાજ્યના જુદા જુદા શહેરોમાં રફતારના રાજાઓ બેફામ બેફીકર છે, ક્યાંક ફોરવ્હીલર તો ક્યાંક બાઈકના સીનકા પણ કેટલાક શહેરોમાં હોટ ફેવરીટ છે પણ રાજકોટ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી અને ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડીફાઇડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફરતું જોવા મળતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે, રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાયલેન્સર વાળા 350 બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાયલેન્સર કાઢી આજે તમામ સાયલેન્સરનો નાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ અને RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આવા બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડીફાઈડ સાયલેન્સર નિકાળી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં 350 જેટલા મોડીફાઈડ સાયલેન્સર મળી આવતા RTO અને શોરૂમના સર્ટીફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર સાથે આજરોજ પોલીસ દ્વારા આ તમામ મોડીફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી જણાવે છે કે મોટર વેહિકલ એક્ટ 52 અને 190 મુજબ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ કરી શકાય નહિ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરી બાદમાં મોડીફાઈડ સાયલેન્સર અંગે સર્ટિફિકેટ મેળવી બાદમાં તેને નીકાળી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે.