Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સર્વત્ર વરસાદ-બફારા અને ઉકળાટના માહોલ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી જાહેર થઈ છે. આ આગાહી પણ હાલના વાતાવરણને વધુ ઘેરૂ બનાવે એ પ્રકારની છે. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે,

આજે સોમવારે અને આવતીકાલે મંગળવારે એમ બે દિવસ માટે રાજ્યમાં મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે અને ઉકળાટ વધુ પ્રમાણમાં રહેશે. આ ઉપરાંત આગાહીમાં એમ કહેવાયું કે, આગામી સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આજે અને આવતીકાલે મંગળવારે સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. જો કે આ જિલ્લાઓમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનો સમાવેશ થતો નથી.
