my samachar.in-
ગુજરાતમાં આગામી તા 23 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમને લઈને તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને વલસાડ,જૂનાગઢ કાર્યક્રમ બાદ ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક કરી પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ ને લઈને તેમજ લોકસભાની ચૂંટણી સહિતના મુદ્દાની ચર્ચા કરી દિલ્લી રવાના થશે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા 23 ના રોજ હવાઈ માર્ગેથી સુરત એરપોર્ટ પર સવારે 9.30 એ આવી પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ કાર્યક્રમ માટે 12 વાગ્યા સુધી રોકાણ કર્યા બાદ જૂનાગઢ ખાતે બપોરે 2 વાગ્યાની આસપાસ પહોંચીને હોસ્પિટલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બીલખા રોડ પર પી.ટી.સી ગ્રાઉન્ડ માં જંગી જાહેરસભાને સંબોધશે જે માટે જંગી જનમેદની એકઠી કરવા અત્યારથીજ તૈયારીઓ આરંભી દેવાઈ છે
જૂનાગઢ કાર્યક્રમ પૂર્ણ કરીને સાંજે ગાંધીનગર ખાતે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટના સભ્યો,કેશુભાઈ પટેલ વગેરે સાથે મુલાકાત સહિતના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ડિનર ડિપ્લોમસી માટે ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે આ બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓ સાથે એક કલાક જેટલો સમય લોકસભાની ચૂંટણી ની તૈયારીઓને લઈને ચર્ચા કરશે અને જરૂરી માર્ગદર્શન આપીને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો પણ તાગ મળશે ત્યારબાદ મોડીરાત્રીના દિલ્હી ખાતે રવાના થશે,