Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ જી.જી.હોસ્પીટલ અને એમ.પી.શાહ મેડીકલ કોલેજની ખાસ મુલાકાત લીધી હતી, હાલની સ્થિતિમાં કોરોના મહામારીના સંદર્ભમા હોસ્પીટલમાં વ્યવસ્થા તેમજ ડોક્ટર્સ અને પેરા મેડીકલ સ્ટાફની કામગીરીની સમીક્ષા ઉપરાંત વહીવટી પ્રક્રીયાઓ અને સુવિધાઓ અને સિદ્ધીના સંદર્ભમાં રિવ્યુ માટેની સાંસદ પૂનમબેનની આ મુલાકાત મહત્વની ગણાય છે,
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી અને સ્પેશ્યલ કોવિડ-૧૯ ની ખાસ એવી જામનગરની જી.જી.હોસ્પીટલ અને સંલગ્ન એમ.પી.શાહ મેડીકલ કોલેજની મુલાકાત લઇ સંસદસભ્ય પૂનમબેન માડમએ હોસ્પી. સુપ્રિ. અને કોલેજ ડીન પાસેથી તબીબી વ્યવસ્થા અને દર્દીઓની જુદી જુદી સારવાર તેમજ પરીક્ષણ અંગેની વિગતો મેળવી હતી તેમજ હાલની સ્થિતિ માટે જરૂરી એવુ સઘન માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ, રોટરી ક્લબ ઓફ જામનગરની આ હોસ્પીટલમાં દર્દીઓના સ્વજનોને મદદરૂપ થવા માટેની સેવાકીય પ્રવૃતિઓ થાય છે તેની વિગતો આ મુલાકાત વખતે મેળવી સાંસદ પૂનમબેન માડમએ તે સેવાપ્રવૃતિમા ભાગ લઇને રોટેરીયન્સને સેવાપ્રકલ્પ માટે બિરદાવ્યા હતા.