Mysamachar.in-દેવભૂમિદ્વારકા
દેવભૂમિદ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામા નગરપાલિકા દ્વારા નિર્મિત અદ્યતન ગાર્ડનનુ સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ, સરકારની 14 માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ દેવભૂમી દ્વારકા જિલ્લાનાં વડામથક જામખંભાળિયામાં, નગરપાલિકા દ્વારા, અદ્યતન બનાવવામાં આવેલ ગાર્ડનને, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, નગરપાલિકા ટીમ, શહેર સંગઠન ટીમ, હોદેદારઓ, આગેવાનોની ઉપસ્થિતિમાં, લોકાર્પણ કરતી વખતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ એ, નગરજનોને સુખાકારીની વધુ એક સુવિધાના અભિનંદન પાઠવ્યા અને “ગ્રીન ઇન્ડીયા” સાર્થક કરવાની દિશામા જાગૃતિ સાથે જાળવણીનું આહવાન કર્યુ હતુ.
પૂનમબેન માડમના વરદ હસ્તે થયેલા આ લોકાર્પણથી નગરજનોને સુવિધાસભર ગાર્ડન મળ્યુ છે જેમાં બાળકોના રમતગમત માટે બાળક્રીડાંગણ, ટોઇલેટબ્લોક, ધ્વજવંદન પરેડ માટેનું ગ્રાઉન્ડ, વોલીબોલ-બેડમિન્ટન વિગેરે માટેનું પ્લેગ્રાઉન્ડ, બેસવા માટે સ્ટેપ સીટિંગ, ફેમિલી પ્લેસ, ઉપરાંત લાઇટિંગ સાથેના ફાઉન્ટેન એન્ડ બંગલો, વોકિંગ ટ્રેક, સાઉન્ડસિસ્ટમ, તથા ટ્રેક પર રબર કાર્પેટ સહિતની વિવિધ સુંદર અને આધુનિક સુવિધાઓ કરવામાં આવી છે જે નગરજનો માટે નઝરાણુ બની રહેશે.