Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિકકક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે 50 લાખના ખર્ચે તૈયાર થયેલ 9 હજાર લીટર ઓકસિજન ટેન્કનું લોકાપર્ણ રિબીન કાપીને કરવામાં આવ્યું હતું. ઓકસિજન ટેન્કના લોકાપર્ણ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતુ કે ખંભાળીયા સિવીલ હોસ્પિટલમાં અત્યારે 110 બેડ ઓકસિજનના ઉપલબ્ધ છે તેમાં કેટલાક વેલ્ટીનેટર પરના દર્દીઓને ઓકસિજનની વધુ જરૂરીયાત હતી અને કેટલાક દર્દીઓને ઓકસિજના અભાવે દાખલ કરી શકતા ન હતા પરંતુ રાજય સરકારના સતત પ્રયત્નો રહયા છે કે ખંભાળીયાની હોસ્પિટલને ઓકસિજન ટેન્ક મળે.
જે અંતર્ગત 50 લાખના ખર્ચે 9 હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી. તેમજ વધુમાં કહયું હતુ કે ભારત દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેકસિનેસનો કાર્યક્રમ ચાલી રહયો છે તે અંતર્ગત આપના જિલ્લાના લોકો બંન્ને ડોઝ લઇ આપની સુરક્ષા આરક્ષિત કરીયે. તેમજ વધુમાં તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને અપિલ કરીને ગામડાના લોકોને કોરોના વાયરસનું સંક્રમણ દેખાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇ કોઇ ડર રાખ્યા વગર જરૂરી ટેસ્ટ કરાવી ધરમાં જ સારવાર લઇએ અથવા નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ થઇ સારવાર લેવા અપિલ કરી હતી.
અત્રે નોંધનીય છે કે ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી 19 હજાર ઓકસિજન કેપેસીટી હતી તેમાં 9 હજારનો વધારો થયો છે. આ 9 હજાર ઓકસિજનની ટેન્ક ફકત 7 દિવસમાં ઉભી કરવામાં આવી ઓકસીજન ટેન્કનો વધારો થતા 50 બેડ ઓકસિજન પણ વધી જશે અને દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી શકશે. અત્યારે હોસ્પિટલ ખાતે સરેરાશ 5 થી 7 હજાર લીટરનો ઓકસીજનો પ્રતિદિનનો વપરાશ છે. કોવિડ સેન્ટરમાં 16 ડોકટરનો સ્ટાફ સતત દર્દીઓની સેવા કરી રહયા છે.