Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સાંસદ પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્નોના સુખદ ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપતા લગત ખેડુતોએ રાહત અને હાશકારો અનુભવી સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે માટે, ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓના ખેડૂતોની સંપાદીત થતી જમીનના વળતરની વિસંગતતાઓ દૂર કરી, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, દ્વારકાના પ્રાંત અધિકારી, ડી.આઇ.એલ.આર., નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ તાકીદની વિસ્તાર પુર્વકની બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામાં કલેક્ટર કચેરી ખાતે યોજી હતી તેમજ ગામવાર રજુઆતો સાંભળી હતી અને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા અધીકારીઓને સુચનાઓ આપી હતી ખેડુતોના હિતની આ બાબતે ખૂબજ ગંભીરતા લેવાતા ઉપસ્થિત બહોળી સંખ્યાના લગત ગામોના સરપંચો ખેડુતો આગેવાનો સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.