mysamachar.in-જામનગર:
કાલાવડ તાલુકામાં જીલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ દ્વારા જે રીતે રસ્તાના કામોમાં ગોબાચરી આચરીને નબળા કામ કરતાં હોવાનો ખુદ કાલાવડના ધારાસભ્યએ આક્ષેપ સાથે ફરિયાદ કર્યા બાદ વધુ એક કામ બાબતની ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ફરિયાદ કરતાં કાલાવડ પંથકમાં રાજ્ય સરકારના વિકાસના કામો કેવા થાય છે તે અંગે લોકોમાં શંકા સાથે અનેક સવાલો ઊભા થયા છે,
બાળકોને જે છત નીચે ભણાવીને રાજ્ય સરકાર ગુજરાતનાં બાળકોનું ભવિષ્ય ઉજળું કરવા માંગે છે તેજ નિર્માણ પામનાર શાળાના બિલ્ડિંગનું કામ પાયાથી જ નબળું કરવામાં આવી રહ્યું હોવાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવવાની આશંકા સેવીને કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ તાલુકાનાં મોટી માટલી ગામે શાળાના બિલ્ડીંગના નબળા કામ અંગે ફરીયાદ કરી છે,
રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ પાછળ લખલૂંટ ખર્ચ કરી રહી છે અને નવા સ્કૂલ બિલ્ડીંગો બનાવીને સારા વાતાવરણમાં બાળકોને શિક્ષણ આપવાના સરકારના ઉમદા હેતુની ઇજનેરો અને ઠેકેદારોને પડી નથી માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર બાળકોના ઉજળા ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું પણ ચુકતા ન હોવાનો કિસ્સો કાલાવડ તાલુકાનાં મોટી માટલી ગામની પ્રજાએ ધારાસભ્ય પ્રવીણ મુછડીયાના ધ્યાને મૂક્યો છે,
ધારાસભ્યને ધ્યાને આવતા મોટી માટલી ગામે સરકારી પ્રાથમિક શાળાના બિલ્ડીંગ કામમાં રેતીની જગ્યાએ વોકળાની ધૂળ અને સિમેંટનું ખુબજ ઓછું પ્રમાણ છે કાચી ઈંટો અને કાચા બેલાનું ચણતર કામ કરેલ છે અને નાનાં ભુલકાઓ ભણે છે ત્યાં આવી હલકી કક્ષાનું કામ એ ખુબજ તિરસ્કારપૂર્ણ બાબત છે તેવી ચોકાવનારી ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ખુદ ધારાસભ્યએ જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરીને ઇજનેરો અને ઠેકેદારોની મીલી-ભગતની પોલ ખોલી છે,
આ મામલે ધારાસભ્ય ગંભીર એક્શન મોડમાં હોય ખાસ તપાસ સમિતિ,સામાજીક કાર્યકરોને સાથે રાખીને તપાસ કરવાની માંગણી કરી છે અને આ તપાસ કરવામા નહી આવે તો ધારાસભ્ય પ્રવીણ મુછડીયા ઉપવાસ આંદોલન સુધી લડી લેવાની ચીમકી આપી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.