mysamachar.in-જામનગર
મહાનગરપાલિકા ની ફૂડ શાખાની કામગીરી કેવી છે તેનાથી લગભગ બધા જ પરિચિત છે મોટાભાગે જ્યાં સુધી ઉપરથી આદેશ ના આવે અને રાજ્યવ્યાપી ચેકિંગ ના આદેશો ના થાય ત્યાં સુધી તો જામનગરમા બધું બરોબર જ ચાલતું હોય તેમ ફૂડ શાખાનું માનવું છે અને તહેવાર આવે એટલેતો ચોક્કસ નાની નાની દુકાનો અને હોટેલો ભેળસેળ કરતી હોવાનું પણ ફૂડ શાખાને બતાઈ આવે છે,અને એનું ચેકિંગ કરી અને સેમ્પલો પણ ફૂડશાખા લે છે પણ પછી???
જે રીતે mysamachar.in ને અમુક વાચકોની ફરિયાદ મળી છે તે પ્રમાણે ખરેખર તો જામનગરની ચાઈનીઝ અને પંજાબી બનાવતી રેકડીઓ અને હોટેલોમા બેફામ રીતે આજીના મોટો નો બેરોકટોક રીતે ઉપયોગ થઇ રહ્યો છે,જે શરીર ને ખુબ મોટું નુકશાન તો કરે છે જેને કારણે થોડો સમય પૂર્વે સરકાર દ્વારા આજીના મોટાનો આ રીતે ઉપયોગ કરવા પર ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી એકટ અન્વે મનાઈ પણ ફરમાવવામા આવી છે છતાં પણ જામનગરની હોટેલો અને રેકડીઓમા ચાઈનીઝ ઉપરાંત પંજાબી વાનગીઓ મા સ્વાદ વધારવા માટે આજીના મોટા નો બેફામ ઉપયોગ કરાઈ રહ્યો છે,
જામનગરના એક તબીબ સાથે વાત કરતા તેને જણાવ્યું કે જે લોકો શુદ્ધ શાકાહારી છે,તેનો તો આજીના મોટા નો ઉપયોગ જે ખાદ્યસામગ્રીમા ઉપયોગ કરવામાં આવતો હોય તે આરોગવાથી દુર રહેવાની સાથે જ ચોક્કસ માત્રા કરતાં વધુ પ્રમાણમાં જો આજીના મોટા નો ઉપયોગ ખાદ્યસામગ્રીમાં થતો હોય તો શરીર મા તે ઘણી રીતે નુકશાનકારક હોવાનું પણ જણાવ્યું,
પ્રતિબંધ હોવા છતાં પણ બેરોકટોક આજીના મોટા ના ઉપયોગના મામલે મનપાના ફૂડ ઇન્સ્પેકટર ડી.બી.પરમાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે થોડા સમય પૂર્વે અમુક હોટેલોમા જયારે રૂટીન ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ બાબતની કડક સૂચનાઓ પણ જે તે હોટેલ સંચાલકો ને આપવામાં આવી હતી,
પણ સ્થિતિ એવી છે કે ફૂડ ઇન્સ્પેકટરોની સુચનાનું પાલન માત્ર એક બે દિવસ થાય છે અને પછી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે,અને જામનગરમાં ચાઈનીઝ બનાવતી રેકડીઓ અને હોટેલો મન થાય તે રીતે ઉપયોગ કરે છે,છતાં પણ કોઈ જ આકરા પગલા લેવામાં ના આવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા કરનાર તત્વો સામે મનપાની ફૂડ શાખા એ કડક પગલા લઇ અને દાખલો બેસાડવો જોઈએ.