Mysamachar.in-જામનગર
હાલમાં રાજ્ય સહીત જામનગરમાં કેટલાય કપાસ ખરીદી કેન્દ્રો ખાતે ખેડૂતોના કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, પણ તેમાં કઈક રંધાઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડયાનું સામે આવ્યું છે, ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાળિયા ગામના ખેડૂત ગડારા રોહિત કરમશીભાઈ અને મનસુખભાઇ સમજીભાઈ ગડારા સાથે ટેકાના ભાવથી કપાસની ખરીદી કરતુ કેન્દ્ર એંજલ કોટન(જાયવા ) દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ તે ખેડૂતોને ન્યાય અપાવી તેમને તેમના પરસેવાની કમાણી ના રૂપિયા પરત અપાવેલ છે,
છેલ્લા ઘણા સમયથી ધ્રોલ તાલુકા તથા જામનગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવથી કપાસ ની ખરીદી કરતા કોટન જિનના માલિકો કપાસના વેપારીઓ અને અધિકારીઓની મિલી ભગતથી કપાસની ખરીદીમાં અમુક ખેડુત નેતાની છાપ ધરાવતા આગેવાનોની મીઠી નજર નીચે એક મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં એક તો ધ્રોલ અને હાપા માર્કટીંગ યાર્ડના લગતા વળગતા ખેડૂતોનો જ કપાસ જોખવામાં આવે છે જે ખેડૂતોએ ત્રણ-ત્રણ મહિનાથી નામ લખાવેલ છે,એવા ખેડૂતોનો હજુ વારો નથી આવ્યો અને જો કોઈ ગરીબ ખેડૂતોનો વારો આવે તો તેવો પાસે મણ દીઠ ૧ કિલો. ૨ કિલો. 3 કિલો એવી રીતે ખેડૂતો નો કપાસ કાપી મોટા પાયે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે,
બે ખેડૂતોનો આવી જ રીતે ગલા-તલા કરી અને એક ખેડૂતનો મણ દીઠ કિલો એટલે 192 મણ કપાસ માં 162 નું બિલ બનાવી ને ઉપર નો ૩૦ મણ કપાસ કાપી લેવામાં આવ્યો એટલે કે 33૦૦૦ રૂપિયા કાપી લેવામાં આવ્યા અને બીજા ખેડૂતનો 13 મણ એટલે 14૩૦૦ આ બને ખેડૂતો રાજભા જાડેજા પાસે આવતા રાજભા તાત્કાલિક ધોરણે એંજલ કોટન મિલ પર ગયા હતા જ્યાં મિલ માલિક અને અધિકારી સાથે દલીલો કરી અંતે એક ખેડૂતને ૩૩૦૦૦ અને બીજાં ખેડૂતને 14300 પરત અપાવેલ હતા,રાજભા જાડેજા દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ને જામનગર જિલ્લા માં થયેલા ખેડૂતો સાથેના અન્યાયની તપાસની માંગણી પણ કરવાનું જણાવેલ છે, કારણ કે આવી ગોબાચારીનો ભોગ આ બે ખેડૂત નહિ પણ આવા હજારો ખેડુત બનેલ હોવાનું પણ તેવોએ જણાવ્યું છે.


























































