mysamachar.in-જામનગર
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પોલિસીમાં મહત્વના ફેરફાર કરવા જઈ રહી છે અને તેના અનુસંધાને જામનગરના ટાઉન હૉલ ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરના રોજ પબ્લિક હિયરિંગનું આયોજન કરેલ છે,આ હિયરિંગ પહેલા ગુજરાત પોલ્યુસન બોર્ડ એ કેટલીક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે,પણ ગુજરાત પોલ્યુસન બોર્ડ દ્વારા આ બાબતે દલા તરવાડી જેવી જેવી નીતિ અખત્યાર કરવામાં આવી રહી હોય જે બાબતે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાના ધ્યાને આવતા ચોંકી ઉઠ્યા છે,
આ મામલે તાત્કાલિક અસરથી વલ્લભ ધારવિયાએ મેમ્બર સેક્રટરી ગુજરાત પોલ્યુસન બોર્ડ તેમજ સી.એમ. વિજય રૂપાણી તથા કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગ વગેરે લગત તમામ ખાતાઓને પત્ર લખીને સચોટ રજુઆત કરવામાં આવી છે, એટલુ જ નહીં જો આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો હાઇકોર્ટ મારફત ન્યાય મેળવવાની ચીમકી પણ અપાઈ છે અને પબ્લિક હિયરિંગ પણ યોગ્ય પ્રક્રિયા વગર જ હાથ ધરવામાં આવી રહેલ હોય જે પાછું ખેચવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની પણ ચીમકી ધારાસભ્ય ધારવિયાએ આપી છે,
વલ્લભ ધારવિયા દરિયા કિનારાના વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે છે ત્યારે આ વિસ્તારની પ્રજાના હક્કો છીનવાય ન જાય તેમજ જો આ રીતે કાયદો અમલમાં આવ્યો તો સમગ્ર ગુજરાતનાં ખેડૂતોની ૮૦ હજાર હેક્ટર જેટલી જમીનમાં તેની સીધી અસરો ઉભી થવાની છે ત્યારે ખેડૂતોના હક્ક ન છીનવાય જાય તે માટે રાજુઆત કરવામાં આવી હોવાનું વલ્લભ ધારવિયાએ અખબારીયાદીમાં જણાવ્યું છે,