mysamachar.in-જામનગર
જિલ્લામાં અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બહારના રાજ્યોમા થી અંગ્રેજી શરાબ ઘુસાડવામાં આવી રહ્યાના કેટલાય મોટા રેકેટ એક બાદ એક ખુલી રહ્યા છે,ત્યારે આજે વધુ એક વખત જામનગર એલસીબીની ટીમ ને જામજોધપુરના સોનવાડિયા ગામ નજીકથી રેઢોપટ પડેલો શરાબનો જથ્થો મળી આવતા સમગ્ર જામજોધપુર પંથક સહીત જિલ્લામાં ભારે ચકચાર જાગી છે,
જામજોધપુરના સોનવડિયા ગામની સીમ નજીક કટિંગ કરવામાં આવેલ અંગ્રેજી શરાબનો જથ્થો અહી પડ્યો હોવાની માહિતી મળતા જીલ્લાપોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આર.એ.ડોડીયાની સુચનાથી એલસીબી પીએસઆઈ ગોજીયા સહીત સ્ટાફના વશરામભાઈ આહીર,જયુભા ઝાલા,ફિરોઝભાઈ દલ,કમલેશભાઈ રબારી,નિર્મળસિંહ જાડેજા,રઘુભા પરમાર,લાભુભાઈ ગઢવી વગેરે સ્થળ પર જઈ તપાસણી કરતાં સોનવાડિયા ગામની સીમ નજીક જુના તળાવમાંઝાળીઓમાં છુપાવેલો અંદાજે ૨૪૦ પેટી જેટલો દારુનો જથ્થો રેઢોપટ્ટ મળી આવ્યો છે,
પોલીસને સ્થળ પરથી કોઈ આરોપી મળી આવ્યા નથી પણ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ત્રણ શખ્સોના નામ આ દારૂના લેવેચ સંદર્ભે ખુલતા તેની ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ રહી છે,જો કે આટલો મોટા દારૂના જથ્થાનું અન્યત્ર વેચાણ થાય તે પૂર્વે જ આ જથ્થો ઝબ્બે કરવામાં જામનગર એલસીબી સફળતા મળી છે.