Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આજે 24 ઓક્ટોબરથી 7 દિવસ ગુજરાત માટે ફરી વરસાદના સંજોગો સર્જાઈ શકે છે. એમાં પણ વિભાગે એમ કહ્યું કે, 25-26 દરમ્યાન સૌરાષ્ટ્રમાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ કહે છે: 25 થી 28 ઓક્ટોબર દરમ્યાન રાજ્યમાં ગમે તે સ્થળે વરસાદના સંજોગો છે. ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 25-26 ઓક્ટોબર દરમ્યાન રાજયના કેટલાંક જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. ભારે વરસાદની સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, 24 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમ્યાન રાજ્યના વિવિધ વિભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 25-26 ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદની શકયતાઓ છે. આવતીકાલે શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શકયતાઓ છે.
26 ઓક્ટોબરે રવિવારે ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત થઈ છે. શનિ-રવિવાર દરમ્યાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ 48 કલાક દરમ્યાન 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને પ્રતિ કલાક 55 કિલોમીટર પણ થઈ શકે છે. બંદરો પર હાલમાં પણ વોર્નિંગ છે. જો કે, આ આગાહીમાં હાલારના નામનો સમાવેશ થતો નથી.


