Mysamachar.in-ભરૂચ:
આમ તો આપને ધુમ્રપાન પાન બીડી આ તમામ વ્યસનો ગભીર બીમારીઓ અને બરબાદી તરફ નોતરે છે, અને આવા વ્યસનોથી બને ત્યાં સુધી લોકોએ દુર જ રહેવું જોઈએ, આપને ત્યાં એવું પણ મજાકમાં કહેવાતું હોય છે કે બીડી સ્વર્ગની સીડી….પણ આ મજાકિયા કહેવત અંકલેશ્વરમાં ખરી પડી છે, રેલવે સ્ટેશનની ટિકીટ બારીની સામે બીડી સળગાવી રહેલા યુવાનનું એકાએક ધોતી સળગી ઉઠતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા 10 દિવસની સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું હતું.
અંકલેશ્વર રેલવે સ્ટેશનની ટિકીટ બારીની સામે બાજુએ બીડી સળગાવી રહેલા 35 વર્ષીય ઢોન્ડુ મુરલીધરએ પહેરેલી ધોતી એકાએક સળગી ઉઠતા તે શરીરે ગંભીર રીતે દાઝયો હતો. ઢોન્ડુને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 10 દિવસની સારવાર બાદ ઢોન્ડુ નું મોત નિપજ્યું હતું.