Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં માંડ થોડો સમય જમીનકૌભાંડ શાંત રહ્યા બાદ વધુ એક વખત જમીન કૌભાંડ જાણે માથું ઊંચકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, અને આવી જ એક લગડી જેવી જમીનના બોગસ દસ્તાવેજ કરી અને વિશ્વાસઘાત છેતરપીંડી કરનાર પાંચ સામે ખંભાળિયા પોલીસ મથકમાં જે ગુન્હો નોંધાયો છે તેની વિગતો પર નજર કરવામાં આવે તો…
ખંભાળિયાના શિવમ ગર્લ્સ હાઇસ્કૂલ નજીક વસવાટ કરતાં વિવેક રામશીભાઈ ગોરીયાના માતા તથા બે બહેનોએ થોડા વર્ષ પૂર્વે સંયુક્ત માલિકીની જમીન પર લોન લેવા માટે તાં.૧૭ જુન ૨૦૧૪ ના રોજ રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પ પર કુલમુખત્યારનામુ કરી અને વિવેકભાઈ તેના મોટાભાઈ જીતેન્દ્રભાઈ ગોરીયાને પાવર આપેલ હતો, અને તા.૩૦જુન૨૦૧૯ ના રોજ કુલમુખત્યારનામથી આ પાવર રદ કરેલ…આ પાવર રદ કરેલ કુલમુખત્યારનામાંની જાણ હોવા છતાં જયસુખ મુળજી રાણપરીયા, રતિલાલ ભવાન ડોબરિયા, બાબુ ભવાન ડોબરિયા, મહેશ ભવાન ડોબરિયા અને જીતેન્દ્ર રામશી ગોરીયાએ એમ આ તમામે મિલાપીપણું કરી અને રદ કરેલ કુલમુખત્યારના આધારે ખોટા વેચાણ દસ્તાવેજ ઉભો કરી અને રદ થયેલા કુલમુખત્યારનામાં નો ખરા તરીકે ઉપયોગ કરી પાંચેય ઇસમોએ અંદાજે ૧૦ કરોડની લગડી જેવી જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ કરાવી અને છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી જમીન કૌભાંડ આચર્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.