Mysamachar.in-આણંદ
સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ સહતિ ત્રણ રીઢા ખૂંખાર આરોપીને આણંદ લોકલ ક્રાઈમબ્રાન્ચ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે, આણંદ જિલ્લાના વાસદ ગામ પાસેથી પકડાયેલ ત્રણેય ખૂંખાર આરોપીઓની આકરી ઢબેની પુછપરછમાં હત્યા, ધાડ, લુંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આણંદ જિલ્લા પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ કિશન ઉર્ફે ફેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, તા.ધાનપુર જી.દાહોદ નાનો તેના સાગરીતો મારફતે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લુંટ તેમજ ચોરીઓના ગુનાઓ કરે કરાવે છે.
જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા હ્યુમન ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી માહિતી મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જે બાદ હકિકત મળેલ કે, કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ તથા તેની ગેંગમાં કામ કરતો માજુ હીમાભાઇ ભાભોર બંન્ને સાથે રહી લુંટ, ધાડના ગુનાઓ કરી હોળીના તહેવાર હોઈ હાલ કાઠીયાવાડથી આણંદ જિલ્લાના વાસદ થઈ વતનમાં જવા વાસદ ખાતે આવનાર છે એવી મળેલી ચોક્કસ બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચ ગોઠવી હતી.
દરમ્યાન જિલ્લાના તારાપુર તરફથી એક ઓટો રીક્ષા વાસદ બસ સ્ટેન્ડ નજીક આવી હતી. આ રીક્ષામાથી ત્રણ માણસો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જતા જ વોચમાં ગોઠવાયેલ પોલીસે તેઓને કોર્ડન કરી પકડી લીધેલ. પોલીસે આ ત્રીપુટીના નામ ઠામ અંગે પુછ પરછ કરતા (1) કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, ઉ.વ.33 પાંઉ, ઉગ્વાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ (2) માંજુભાઇ હીમાભાઇ ભાંભોર ઉવ.20, રહે.ઉંડાર ભાભોર ફળીયું, તા. ધાનપુર જી.દાહોદ (3) મનુભાઇ મસુલાભાઇ મોહનીયા ઉવ.36, રહે. કાંટુ, સુરાડુંગરી ફળીયુ, પોસ્ટ સજોઇ તા.ધાનપુર જી.દાહોદના હોવાની ઓળખ આપી હતી.
પોલીસે તેઓને અંગઝડતી લેતા તેઓની પાસેથી રોકડ રૂપિયા, કાંડા ઘડીયાળ, કટર તથા છીણી જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આ વસ્તુઓના બીલ કે આધાર પુરાવા માગતા આ ત્રણેય શખ્શો પોલીસને કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી પોલીસે ત્રણેયની સી.આર.પી.સી. કલમ 41(1)ડી,102 મુજબ અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરતા કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમા આવી છે
પોલીસ દ્વારા પકડાયેલી ત્રિપુટી પૈકી કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, ઉચ્ચાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદવાળની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે જણાવેલ છે કે ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન કિશનના ગામનો લસુ જે દેવગઢ બારીયા જેલમાં હોઇ તેની સાથે રામસીંગના ફોનથી વાત થયેલી જેમાં લસુએ કિશનને જણાવેલ કે લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખે જવાતું નથી એટલે જેલમાં ને જેલમાં લસુ, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયેલ છીએ.
જેથી કિશને લસુને જણાવેલ કે તમો બધા જેલની બેરેકનુ તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસીંગ રસ્સો(દોરડુ) લઇને તમને બહારથી મદદ કરવાનું નક્કી કરી સંપુર્ણ આયોજન કરી લસુને બીજા દિવસેજ આ કામ પતાવવા માટે વાત કરેલી. અને ગત તા. 30/4/2020 દિવસે કિશન તથા રામસીંગ મહેતાળ બંજોએ દેવગઢ બારીયાથી 70 મીટર જેટલો રસ્સો(દોરડુ) ખરીદી કરેલ અને તે લઇ બંન્ને જેલની બહાર આજુબાજુમાં રાત્રીના રહેલા અને મોડી રાત્રીના લસુ જોડે ફોનથી વાત થયેલ અને જેલની દિવાલની નજીક આવી જવા જણાવેલ અને રસ્તાને થોડા થોડા અંતરે ગાંઠો મારી કિશન જેલના વરંડાને અડીને કુંડીની દિવાલ થઇ જેલના કોટ ઉપર રસ્સો લઇને ચડી ગયેલો અને એક છેડો જેલની અંદર નાખી રસ્સાને લાખંડની અંગેલ સાથે બાંધી જેલમાંથી કુલ-13 જેટલા આરોપીઓને કિશને જેલમાંથી ભગાડી લઇ ગયેલાની ચોકાવનારી કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આમ લુંટ ધાડ ઘરફોડ ચોરીઓના અલગ અલગ જગ્યાના કુલ 28 ચોરી કર્યાની કબુલાત આપેલ છે, તેમજ 17 ગંભીર પ્રકારના ગુન્હામાં નાસતા ફરતા છે, તેમજ અગાઉ 21 ગુન્હાઓમાં આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે.