Mysamachar.in-દાહોદ:
દાહોદ જીલ્લામાં અલગ અલગ સ્થળોએ સ્થાનિક પોલીસ અવારનવાર લીલા ગાંજાની ખેતી ઝડપી પાડે છે, આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે પણ તેમાં લીલા નહિ પણ સુકા ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો છે, દાહોદ એસ.પી હિતેશ જોઈસરના માર્ગદર્શનમાં દાહોદ એસ.ઓ.જી. સ્ટાફ પીપલોદ ગામે રેડ કરી હતી. માલગુણ ફળિયાનાં મંગાભાઇ પટેલના ખેતરમાં તપાસ કરી હતી.ત્યારે ખેતરમાં ગાંજાના છોડ લહેરાતા જોવા મળ્યા હતાં. પોલીસે ખેતરમાં ઉછેરેલા ગાંજાના 192 છોડ જપ્ત કર્યા હતાં. છોડનું વજન 255 કિલો 610 ગ્રામ થયું હતું.2556100 રૂપિયાની કિંમતના આ લીલા ગાંજા સાથે ખેતરમાં જ સંતાડી રાખેલો 1,02,000 રૂપિયાનો 10 કિલો 200 ગ્રામ સુકો ગાંજો પણ મળી આવ્યો હતો. આમ પોલીસે 265 કિલો 800 ગ્રામ વજનનો કુલ 26,58,100 રૂપિયાનો ગાંજાનો જથ્થો જપ્ત કરીને મંગાની અટકાયત કરી હતી.