mysamachar.in-ભાવનગર
જિલ્લામાં તાજેતરમાં જ તળાજામા વિશ્વ હિન્દુ પરિષદ ના તાલુકા પ્રમુખ જયેશ ગુજરિયાની હત્યા નો બનાવ નજર સામે જ છે.તેવામાં દિવસે ને દિવસે ભાવેણા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નાજુક બનતી જતી હોય તેમ આજે ભાવનગરના કુંભારવાડા નજીક મોતીતળાવ વિસ્તારમાં પૈસાની લેતીદેતી ના મામલે બોલાચાલી થયા બાદ એક યુવક પર અજાણ્યા શખ્સો એ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો છ થી સાત ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે,હુમલાની આ ઘટના સીસીટીવીમા કેદ થઇ જવા પામી છે,