mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દેશ અને રાજ્યમાં વિકાસના બણગાઓ તો અનેક ફૂંકવામાં આવે છે..આ વિકાસની વાતોમાં બંદરોના વિકાસની વાતો પણ કરવામાં આવે છે..તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ જામનગરમાં એક પત્રકાર પરિષદ ને સંબોધન કરતાં બંદરોનો વિકાસ થશે તેવી વાત પણ કરી હતી..એવામાં જ રાજ્યના બંદરોમાં મહત્વનું સ્થાન ધરાવતા દેવભૂમિદ્વારકા જીલ્લાના ઓખાબંદર ને પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા બોક્સાઈટમા વધી રહેલ પ્રદુષણ ના મુદે બંધ કરી દેવાનો આદેશ કરતાં હાલાર ને વધુ એક પોર્ટને તાળા લાગી જવા પામ્યા છે..
ઓખા પોર્ટ પર મુખ્યત્વે બોક્સાઈટ અને કોલસાની આયાત નિકાસ અત્યારસુધી થતી હતી..પણ આ આયાત અને નિકાસ દરમિયાન અને કામોમાં પોર્ટ પર વધી રહેલા પ્રદુષણ ને મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ઓખા બંદર પર ચાલતી તમામ કામગીરી જેવી કે એક્સપોર્ટ,ઈમ્પોર્ટ,શિપિંગ,ટ્રાન્સપોર્ટ સહિતના તમામ ધંધાઓ ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આઝાદી પૂર્વે થી ગાયકવાડ સરકારના સમયથી ચાલી રહેલ ઓખા પોર્ટ સાથે હજારો લોકોની રોજીરોટી પણ સંકળાયેલી હતી..પણ પોર્ટ પર બોક્સાઈટના પ્રદુષણ ના મામલે અને વિકાસની વાર્તાઓ વચ્ચે આ પોર્ટનો વિકાસ તો ના થયો પણ તમામ પ્રવૃતિઓ બંધ કરી દેવાનો આદેશ થતા હાલાર ના વધુ પોર્ટ ને પણ તાળા લાગી ગયા છે..