• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કોરોના મહામારીના કપરાકાળમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક કર્મનિષ્ઠ મહિલા કર્મયોગીઓ વિષે થોડું જાણીએ…

My Samachar by My Samachar
July 14, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
કોરોના મહામારીના કપરાકાળમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક કર્મનિષ્ઠ મહિલા કર્મયોગીઓ વિષે થોડું જાણીએ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

“કોરોના” ત્રણ અક્ષરના આ શબ્દએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ગુજરાતમાં કોરોનાની કહેરથી લોકોને રક્ષવા અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર કટીબધ્ધ બની કાર્ય કરી રહી છે. કોરોના સામેની આ જંગમાં રાજ્ય સરકારની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફ્રન્ટલાઈન વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓ આવી મુશ્કેલ ઘડીમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલાકર્મીઓ પણ ખભે-ખભો મિલાવી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને નાથવા અને ગુજરાતને કોરોના મુક્ત બનાવવા સતત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે.

આવા જ એક મહિલા કર્મયોગી છે કારીબેને ગોજીયા… દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણ પી.એચ.સી.ના શક્તિનગર-1 સબ સેન્ટરમાં મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કારીબેન સગર્ભા છે, તેમના પતિ કરશનભાઈ ચાવડા આઈ.સી.ડી.એસ. વિભાગમાં ફરજ બજાવે છે. પતિ-પતિ બંને સર્વિસ કરી રહ્યાં છે એવામાં સ્વભાવિક છે કે તેઓને ઘર કામને લઈને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે. પરંતુ કારીબેન આવી પરિસ્થિતિમાં પણ મેટરનીટી લીવ ન મુકતા તેમની ફરજને અગ્રીમતા આપી કોરોના સામેની આ જંગમાં આરોગ્યકર્મી તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે.

કારીબેનના શબ્દોમાં કહીએ તો “આરોગ્ય કર્મી તરીકે લોકોને સમયસર આરોગ્યની સુવિધાઓ મળી રહે અને કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને ફેલાતું અટકાવવા તમામ રસીકરણનો લાભ લઈ વેક્શિન લે તે અમારી જવાબદારી છે, એવામાં આવા મહામારીના સમયે હું એક આરોગ્ય કર્મી તરીકે ઘરે કેવી રીતે બેસી શકુ ? અમે પતિ-પત્ની બંને સર્વિસ કરીએ છીએ માટે ફરજ પર જતા પહેલા ઘર કામને લઈને ચિંતા થાય છે, પરંતુ “જનસેવા એ જ પ્રભ્રુ સેવા” ના સુત્રને સાચા અર્થમાં સાકાર કરતી આ ફરજના કાર્યને યાદ કરતા જ અનેરા આનંદ અને સંતોષની લાગણી અનુભવાય છે.”

આવા સંકટના સમયે પણ ફરજને અગ્રીમતા આપી ફરજ બજાવતા બીજા મહિલા કર્મયોગી છે, ભાવિકાબેન મકવાણા… વ઼ડત્રા પી.એચ.સી. ખાતે આર.બી.એસ.કે.મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ભાવિકાબેન લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે અને કોરોના વાયરસના સંક્રમણને ફેતાલું અટકાવી શકાય તે માટે કોરોનાકાળમાં પણ સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યાં છે. પરંતુ આવા સમય દરમિયાન કોરોના તેમના પિતાને જ ભરખી ગયો અને માત્ર 23 વર્ષની ઉંમરે જ માતા અને નાના ભાઈના ભરણપોષણની જવાબદારી ભાવિકાબેનના ખભે આવી…

કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિમાં પિતા ગુમાવ્યા છતાં પોતાની ફરજને અગ્રીમતા આપી ભાવિકાબેને ટુંક સમયમાં જ ફરજ પર પરત ફરી તેમનામાં રહેલી ઋજૂતાના દર્શન કરાવ્યા છે. તેઓ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાની કામગીરીના ભાગરૂપે રસીકરણ અને રસીકરણ અંગેની તપાસ તથા ધન્વંતરી રથમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. ભાવિકાબેનના તેમની ફરજને અગ્રીમતા આપી જનસેવા અર્થે ટુંકા સમયમાં જ ફરજ પર પરત ફરવાના આ કાર્યએ તેમનામાં રહેલી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય – કેન્દ્ર સરકાર અને તેમના કર્મયોગીઓ સતત કર્તવ્યરત રહીને આપણા માટે જ કાર્ય કરી રહયા છે, ત્યારે આપણી પણ એક જવાબદાર નાગરીક તરીકેની ફરજ બને છે કે, આપણે પણ સરકારના રસીકરણ મહા અભિયાન અન્વયે વેક્શિન લઈએ અને અન્યોને પણ વેક્શિન લેવા માટે પ્રેરીત કરીએ તથા કોરોનાના કહેર વચ્ચે આપણા માટે કાર્યરત કર્મનિષ્ઠ કર્મયોગીઓને બીરદાવીએ…

SendShareTweetShare

Join Us on Social

Recent News

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

June 17, 2025
સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

June 17, 2025
જામનગર-દ્વારકામાં વીજતંત્રએ ટનાટન કામગીરીઓ કરી લીધાંનો દાવો…

જામનગરનું વીજતંત્ર માત્ર બે-ચાર છાંટામાં જ હવાઈ જાય એવું તકલાદી !!

June 17, 2025
ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

June 17, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

હું CM સુરક્ષાચક્રનો DySP: વધુ એક નકલીનું અસલી ચિટિંગ !

June 17, 2025
સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

સૌરાષ્ટ્રમાં 11.5 ઈંચ સુધીનો અનરાધાર વરસાદ..

June 17, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®