નામાંકિત વકીલ કિરીટજોશીની હત્યા કેસમાં એક બાદ કડીઓ જોડવામાં જામનગર પોલીસને સફળતા મળી રહી છે..ત્યારે આજે જામનગર એલસીબીએ વકીલ કિરીટજોશીની હત્યાના કાવતરામાં મદદગારી કરનાર વધુ ત્રણ ઇસમોને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે..હત્યા માટે લેવાયેલ ત્રણ કરોડની સોપારીમાં થી ઝડપાયેલ ત્રણ શખ્સો ને કેટલા રૂપિયા મળવાના હતા કે મળી ચુક્યા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે..વકીલ કિરીટજોશીની હત્યાના કાવતરામાં સાધનસહાય,આરોપીઓને આશરો અને મદદગારી કરનાર રાજકોટના બે અને અમદાવાદના એક શખ્સ ની ભૂમિકા હોવાનું એલસીબી ને તપાસમાં સામે આવ્યું છે…જેમા રવિ ઠક્કર જે મૂળ રાજકોટનો છે તેને સોપારીમા થી મળનાર ત્રણ કરોડને ક્યાં રાખવા અને ક્યાં ક્યાં પહોચાડવાની વ્યવસ્થા કરવી ઉપરાંત હત્યાનું કાવતરું ઘડવા માટે મહેસાણા અને અમદાવાદ ખાતે અન્ય આરોપીઓ સાથે મીટીંગમાં પણ રવિ હાજર રહ્યો હતો,જયારે રાજકોટના જ નૈમિષ ગણાત્રાએ હત્યાના ગુન્હામાં વપરાયેલ બાઈકની અન્ય આરોપીઓ સાથે રહી ને ખરીદી કરાવવામાં નૈમિષની ભૂમિકા રહી હોવાનું પોલીસને તપાસમાં સામે આવ્યું છે..જયારે મનીષ ચારણ જે અમદાવાદનો છે તે અમદાવાદ ખાતે હત્યાના કાવતરા માટે મળતી મીટીંગોમાં હાજર રહી અને કાવતરામાં ભાગ ભજવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે..
આમ વકીલ કિરીટજોશી હત્યા કેસમાં જામનગર એલસીબીએ વધુ ત્રણ આરોપીઓને તો ઝડપી પાડ્યા છે..પણ કિરીટજોશીની હત્યામાં સંડોવાયેલ મુખ્યઆરોપી અને સોપારી આપનાર જયેશ પટેલ સહિતના મુખ્ય આરોપી હજુ પોલીસપકડથી દુર છે…તે ક્યારે ઝડપાશે તે સવાલ જ સૌથી મોટો છે…