Mysamachar.in-આણંદ
આણંદ જીલ્લાના ખંભાત તાલુકામાં એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા બાતમી હકીકત મળેલ કે આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના દહેડા ગામે મોટા ફળિયામાં હાલ ખારીયા સીમ વિસ્તારમાં રહેતા રમેશભાઇ રાહુભાઇ રાઠોડએ પોતાના દહેડા ગામની ખારીયા સીમ વિસ્તારમાં આવેલ જુવારના વાવેતરવાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડવાઓનુ વાવેતર કરેલ છે અને આ રમેશભાઇ રાહુભાઇ રાઠોડ હાલ પોતાના ખેતરમાં હાજર છે, જે બાતમી હકીકત આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના અધિકારી તથા માણસો તથા જરૂરી પંચો સાથે નાર્કોટીકસ લગત રેઇડ કરતા તેઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડવાનું વાવેતર કરેલ હોય જે માદક પદાર્થ ગાંજાના છોડ જેનું કુલ વજન 829.920 કિલોગ્રામ ગાંજાના લીલા છોડ (માદક પદાર્થ) કિમત રૂ.82,99,200/- નો તપાસ અર્થે કબજે કરી ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.