Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં એક મહિલા પ્રસુતિ માટે દાખલ થઇ હતી, જે બાદ ગઈકાલે તેની પ્રસુતિ કરવામાં આવી હતી, પ્રસુતિ થતા તેણીએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો, ચાર હાથ અને ચાર પગ ધરાવતા મૃત શિશુ અવતરતા તબીબો અને સ્ટાફ પણ અચંબામાં મુકાઈ ગયા હતા, કલ્યાણપુર તાલુકાના એક ગામની 24 વર્ષીય શ્રમિક મહિલાને આ પ્રસુતિ થઇ હોવાની માહિતી મળી રહી છે.