mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આ વર્ષ ચોમાસું નબળું જવાના કારણે એક બાદ એક રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર મા ખેડૂતોના આપઘાતની સંખ્યા સતત વધી રહી છે,એવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખેડૂતોના આપઘાતના કિસ્સાઓ મા વધુ એક કિસ્સા નો ઉમેરો થયો છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના રહીસ હનુભા દેવીસિંહ જાડેજા નામના ખેડૂતે પોતાની ૧૦ વીઘા વાડીમાં કપાસનું વાવેતર કરેલ હોય અને બેંકમાં થી લોન લીધેલ હોય અને પોતાની વાડીમાં વાવેતર કરેલ કપાસનો પાક નિષ્ફળ જશે તેવી ભીતી સેવી ને ઝેરી દવા પી જઈ ને આપઘાત કરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવતા બનાવને લઈને ખંભાળિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.