Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિદ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં થોડાદિવસો પૂર્વે એક યુવકને બજારોમાં નગ્નઅવસ્થામાં ફેરવી કેટલાક શખ્સોએ વરવી દાદાગીરીનું પ્રદર્શન કર્યું અને જાણે ખંભાળિયા નહિ પણ બિહાર જેવું ચિત્ર ખડું થઇ જતા ગાંધીનગર રાજ્યસરકાર સુધી આ મામલાની ગંભીર નોંધ લેવાઈ હતી, અને ખુદ રેન્જ આઇજી સંદીપસીંગને દોડીને રાતોરાત ખંભાળિયા સ્થિતિની સમીક્ષા કરવા માટે આવવું પડ્યું હતું, અને ગૃહવિભાગે હાલ દ્વારકા એસ.પી સુનીલ જોશી રજા પર હોય તેમના સ્થાને અઈપીઅસ વિશાલ વાઘેલાને મુકવાનો ઓર્ડર કર્યો છે,ત્યારે આજે પ્રકરણનો રેલો પોલીસના પગ સુધી પહોચ્યો અને કેટલાકની બદલીઓ અને સસ્પેન્સનના ઓર્ડરો નીકળતા જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જેમાં ખંભાળિયા પી.આઈ.જી.આર.ગઢવીને લીવરીઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે, અને તેવોને સીપીઆઈના વધારાના ચાર્જમાંથી પણ મુક્ત કરાયા છે, જયારે ખંભાળિયા પી.આઈ. તરીકે ગઢવીને સ્થાને વી.વી.વાગડિયાને મુકવામાં આવ્યા છે, તો પી.આઈ.વી.વી.વાગડિયાને કલ્યાણપુરના વધારાની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે. આ સાથે મહિલા પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાને એલ.આઈ.બી. વિભાગના પી.આઈ. તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.સૌથી વધુ ગંભીર બાબત કહી શકાય તેવા આ મામલામાં પોતાની ફરજમાં નિષ્કાળજી તેમજ બેદરકારી દાખવાનાર ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.સહિતનાઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા જયારે બે ટ્રાફિક બ્રિગેડને તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા છે,
કોના પર થઇ કાર્યવાહી
-ચંદ્રકલાબા જાડેજા ઇન્ચાર્જ પી,આઈ,ખંભાળિયા પો.સ્ટે
-માંડણભાઈ ગઢવી,લોકરક્ષક,સર્વેલન્સ સ્કવોડ
-સુરાભાઈ ગઢવી, લોકરક્ષક,સર્વેલન્સ સ્કવોડ
-માલદેભાઈ નંદાણીયા હેડ કોન્સ્ટેબલ, સર્વેલન્સ સ્કવોડ
-કરશનભાઈ ગોજીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ
-બલુભાઈ ગઢવી, લોકરક્ષક, ટાઉનબીટના ઇન્ચાર્જ સાથે મદદ્
-વજુભાઈ નંદાણીયા, અના.લોક રક્ષક, એમઓબી
-કાબાભાઈ ચાવડા, અનાર્મ એએસઆઈ
-અરશીભાઈ ગોજિયા, અના લોકરક્ષક
-પ્રતાપ વાઢેર, ટાફીક બ્રિગેડ
-રાજેશ ભાદરકા, ટ્રાફિક બ્રિગેડ