mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના મામલતદાર ચિંતન વૈષ્ણવ ફટાકડાના લાયસન્સ મામલે વેપારીઓ સાથે ઘર્ષણ થયા બાદ રજા પર ઉતરી ગયા છે,ત્યારે મામલતદારના બચાવમાં ખંભાળીયા કિસાન સંઘ મેદાનમાં આવીને બદલી રોકવા માટે માંગણી કરાઇ રહી છે,તેવામાં બાબરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પુનિત પલસાણાએ જે-તે સમયે બાબરામાં ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવ પર ગંભીર આર્થિક વહીવટના કથિત આક્ષેપો કરીને મુખ્યમંત્રી,મહેસૂલમંત્રીને લેખીતમાં ફરિયાદ કરી ધડાકો કર્યો છે,
તો બીજીબાજુ ખંભાળીયા કિસાન સંઘ દ્વારા મામલતદાર ચિંતન વૈષ્ણવની તરફેણમાં સામે આવીને તેમની કામગીરીની સરાહના કરી તાત્કાલીક હાજર કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે,
આમ વિવાદમાં ફસાયેલા મામલતદાર ચિંતન વૈષ્ણવને લઈને હાલ ખંભાળીયામાં ગરમા-ગરમીનો માહોલ છે,તેવામાં બાબરાથી ચિંતન વૈષ્ણવ સામે ગંભીર આક્ષેપો થતાં નવો વણાંક આવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.