Mysamachar.in-જામનગર:
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સનદી અધિકારીઓની બદલીઓના ઓર્ડર કરવામાં આવેલ જેમાં જામનગર જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા બી.કે.પંડ્યાની બઢતી સાથે બદલી થયા બાદ જામનગર જીલ્લા કલેકટર તરીકે જીલ્લામાં અગાઉ ફરજ બજાવી ચુકેલા કેતન ઠક્કર કે જેવો રાજ્યના કુશળ સનદી અધિકારી તરીકે જાણીતા છે તેમની નિપુણતાનો જિલ્લાને લાભ ફરી મળશે, આજે તેવો જામનગર ખાતે પહોચ્યા ત્યારે જીલ્લાના નિવાસી અધિક કલેકટર ભાવેશ ખેર સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેવોને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.
તાજેતરમાં જ પોરબંદર ડીડીઓ તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી ગ્રામ્ય જીવન સ્તરની પ્રગતિની દિશામાં અનેક પગલા તેઓએ લીધા છે તેવી જ રીતે તે પહેલા સૌરાષ્ટ્રના મથક સમાન રાજકોટ કલેક્ટરેટમાં પણ તેઓએ ફરજ બજાવી છે શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રના મહત્વના સુપેરે અભ્યાસુ અને જામનગર જીલ્લાના વિકાસ, ઉદ્યોગ, સમસ્યાઓ, સહીત તમામ બાબતોના સુપેરે જણકાર IAS કેતન ઠક્કર કલેક્ટર જામનગર તરીકેની જવાબદારી નિપુણતાથી વહન કરશે તેમ જાણકારોનું તારણ છે.
