mysamachar.in-જામનગર:
ચોમાસુ નજીક છે…ત્યારે જ જામનગર શહેરમાં પચાસ એવી ઈમારતો ઉભી છે કે, જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે….જામનગર મહાનગરપાલિકાએ જર્જિરત બિલ્ડીંગોના કરેલા સર્વે બાદ પણ પચાસ જેટલી ઈમારતોમાંથી જોખમી ભાગ દૂર ન કરાતા મહાનગરપાલિકા દ્રારા મિલ્કતધારકોને બીજીવાર નોટિસ આપવામા આવી છે…..આશ્ચર્યની વાત તો એ છે કે, મહાનગરપાલિકા દ્રારા કેટલીક સરકારી ઈમારતોને પણ જોખમી ભાગ દૂર કરવા ફટકારવામા આવી છે….
જામનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર પડવાના વાંકે ઉભેલી તસવીરોમાં દેખાતી ઈમારતો ગમે ત્યારે અકસ્માત સર્જે તેમ છે…..ખાસ કરીને ચોમાસા દરમિયાન અકસ્માતનું જોખમ વધી જતું હોય છે…..ત્યારે જામનગર મહાનગરપાલિકાએ દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરમાં જર્જરિત ઈમારતોનો સર્વે કર્યો છે….જામનગર મહાનગરપાલિકાએ કરેલા સર્વેમાં જૂના રેલવે સ્ટેશનની સરકારી બ્લિડીંગ સહિત 111 જેટલી જર્જરિત ઈમારતો હોવાનું સામે આવ્યું છે…જે તમામને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારતા 61 જેટલા આસામીઓએ જોખમી ભાગ દૂર કરી દીધો છે…..પરંતુ, નોટિસ આપ્યા બાદ પણ 50 જેટલા મિલ્કત ધારકો એવા છે કે જે મનપાને ગાંઠતા નથી…અને આવા આસામીઓ એ હજુ સુધી ઈમારતનો જોખમી ભાગ દૂર કર્યો નથી….ત્યારે મહાનગરપાલિકાએ આ તમામ પચાસ આસામીઓને બીજી નોટિસ ફટકારી છે….જામનગર મહાનગરપાલિકાએ દર વર્ષની માફક આ વર્ષે પણ નોટિસ આપી કામગીરી કરી લીધાનો સંતોષ માની લીધો છે…..ત્યારે વિપક્ષી સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શહેરમાં ઉભેલી જોખમી ઈમારતો સામે મહાનગરપાલિકા કડક હાથે કામગીરી શા માટે નથી કરતી? શુ મહાનગરપાલિકા કોઈ અકસ્માત થવાની રાહ જોઈ રહી છે….? જામનગર શહેરમાં જે જોખમી ઈમારતો ઉભી છે તેમાં ભાડૂઆત અને મકાનમાલિકના વિવાદ હોવાથી જોખમી ભાગ દૂર ન થતો હોવાનો મહાનગરપાલિકા બચાવ કરી રહી છે….પરંતુ, સવાલ એ છે કે, આ પ્રકારની ઈમારતોના કારણે જયારે અકસ્માત સર્જાશે તો ત્યારે જવાબાદર કોણ?દરવર્ષ મનપા માત્ર આવી કાગળની કાર્યવાહી કરી અને સંતોષ માને છે જે પૂરતું નથી પણ જયારે અકસ્માત સર્જશે ત્યારે જ તંત્ર જાગશે તેવું લાગી રહ્યું છે…