Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં ભોજાભાઈ કારાભાઈ કરમુર પોતાના કબજા ભોગવટાના ખેતીની વાડીમા આવેલ ઓરડીમા અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધન સગવડ પુરા પાડી નાલના નાણાં ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પુરૂષો તથા એક મહીલાને રેઇડ દરમ્યા ન તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ. 59,470, એક ફોર વ્હીલ સ્વીફ્ટ કાર.રૂ 2,50,000/- મળી કુલ રૂ.309470/- ના મુદામાલ સાથે નામાવલી મુજબના લોકોને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
કોણ કોણ ઝડપાયું….
– ભોજાભાઇ કારાભાઇ કરમુર ધંધો ખેતી રહે. ગોવાણા ગામ, ઉગમણી સીમ, વાડી વિસ્તાર તા.લાલપુર
– નીતીન કાન્તીભાઇ ગજર ધંધો.ધંધો.સુથારીકામ રહે. રણજીતસાગર રોડ,પંચવટી સોસાયટી,શેરી નં-6 જામનગર
– રમેશભાઇ નારણભાઇ કરંગીયા ધંધો.ડ્રાઇવીંગ રહે. મથુરા સોસાયટી શેરી નં-7 ગોકુલનગર રડાર ગેટ પાસે જામનગર
– વસરામભાઇ મુળજીભાઇ પરમાર ધંધો સિલાઇકામ શંકરટેકરી,પંચશીલનગર જામનગર
– સંજયભાઇ વાલજીભાઇ નંદાસણા ધંધો.પ્રા.નોકરી રહે. હાલ .લાલપર ગામ તા.જી.મોરબી મુળ રહે.હડીયાણા ગામ તા.જોડીયા
– રાજેશભાઇ ભીમશીભાઇ વરૂ ધંધો.ડ્રાઇવીંગ રહે. એરફોર્સ-2 આવાસ કોલોની રોજી પેટ્રોલપંપ સામે જામનગર
– જયેશ ઉર્ફે જીવરાજ જગાભાઇ નંદાણીયા ધંધો.નિવ્રુત રહે. હીરજીમીસ્ત્રી રોડ,નવાનગર બેન્ક પાસે,
– કાજલ ઉર્ફે ક્રીષ્ના પોપટભાઇ ઓધવજીભાઇ પરમાર ધંધો.વેપાર રહે.મહાવીર પાર્કની પાછળ,મહાદેવ મંદીરની પાસે “ભાન અપુર્વ” પ્લોટ નં-45