mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાશન છે ત્યારે શાસક અને વિપક્ષ બને એક મંચ પર આવે અને લોકોને લગત શહેરના પ્રશ્નોની ચર્ચા થાય તેનું નિરાકરણ થાય તેના માટે દરમાસે સામાન્યસભા મળે છે જેમાં અધિકારીઓની હાજરીમાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રશ્નોની ચર્ચાઓ થાય છે,
પણ ગઈકાલે મળેલ જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમીટી ની બેઠકમાં જનરલબોર્ડ ના સંચાલન ના નિયમોમાં સુધારો મંજુર કરવામાં આવ્યો છે જેને હવે આગામી જનરલ બોર્ડમાં અને બાદમાં સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે સામાન્યસભાની સાથે જ દર ગુરુવારે મળતી સ્ટેન્ડીંગ કમીટી ને પણ મહિનામાં બે વખત જ મીટીંગ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે,
સામાન્ય સભામા લોકપ્રશ્નોની ચર્ચાઓ થતી હોય છે પણ શહેર ના પ્રશ્નોની ચર્ચા કરવાની સામાન્ય સભા ને જ દરમાસ ને બદલે દર બે માસે એક વખત બોલાવવા નું જે નક્કી કરવામાં આવ્યું તે અંગે મનપાના વિપક્ષ નેતા અલ્તાફ ખફીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે શાશકો વિપક્ષ દ્વારા કરવામાં આવતા સાચા પ્રશ્નોની રજૂઆતથી ભાગવા માટે બે માસે એક વખત સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું લાગે છે વધુમાં ખફી એ એમ પણ કહ્યું કે પ્રજાના પ્રશ્નોનોનો યોગ્ય નિકાલ થાય તે માટે ખરેખર તો એક મહિનામાં બે વખત સામાન્ય સભા બોલાવવી જોઈએ તેને બદલે બે માસે એક વખત સામાન્ય સભા બોલાવવાનો શાશકોનો નિણર્ય તઘલખી છે તેની સામે વિપક્ષ વિરોધ નોંધાવશે,
તો ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીમાં લેવામાં આવેલ આ નિર્ણય અંગે જયારે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સુભાષ જોશીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે જુનાગઢ અને રાજકોટ મહાનગરપાલિકામાં પણ આ જ રીતે દર બે માસે સામાન્ય સભા મળે છે તેથી વહીવટી સરળતા ખાતર સામાન્યસભા દર બે માસે અને સ્ટેન્ડીંગ કમીટી ની બેઠક દર પંદર દિવસે બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
સ્ટેન્ડીંગ ચેરમેન ભલે કહે કે વહીવટી સરળતા અને રાજ્યની અન્ય મનપાઓની જેમ આ નિર્ણય લેવામાં આવ્યો હોય પણ જે રીતે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેમ ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે શું ક્યાંક શાશકપક્ષને શહેરના પ્રાણ પ્રશ્નોની ચર્ચામાં રસ નથી કે શું??