mysamachar.in-જામનગર
મહાનગરપાલિકા ની સામાન્યસભા આજે મનપાના સભાગૃહ મા મળી હતી,આજે મળેલી સામાન્ય સભામાં પહેલી જ બાબત મનપામાં કેવો વહીવટ ચાલતો હશે તે ઉડી ને આંખે વળગે તે એ હતી કે જાણે આખુંય તંત્ર ઇન્ચાર્જ ના સહારે ચાલી રહ્યું હોય તેમ લાગ્યું,મેયર ગેરહાજર હોવાથી ડેપ્યુટી મેયર કરશન કરમુર ના અધ્યક્ષસ્થાને મળેલ આજની સામાન્યસભામાં કમિશ્નર,ડેપ્યુટી કમિશ્નર અને વિપક્ષ નેતા ગેરહાજર રહ્યા હતા ત્યારે લોકોના પ્રશ્નોની ચર્ચામા કોને કેટલો રસ છે તે આજની હાજરી અને ગેરહાજરી પર થી ફલિત થતું હોય તેવું લાગતું હતું,
સામાન્યસભામાં વિપક્ષ દ્વારા અનેકમુદાઓ પર શાશકો ને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા,જેમાં ખાસ તો જનરલબોર્ડના સંચાલનના નિયમોમાં ફેરફાર ને લઈને વિપક્ષી સભ્યો યુસુફ ખફી,અસ્લમ ખીલજી અને આનંદ રાઠોડ એ પોતાનો મત રજુ કરતાં કહ્યું કે દરમાસે વિપક્ષ ના સવાલોના જવાબો ટાળવા માટે સામાન્યસભા દરમાસે કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો સાથે જ બોર્ડના સંચાલનના નિયમોમાં ફેરફાર માટે વિપક્ષના કોઈ સભ્યોના વાંધાસૂચનો પણ લેવામાં ના આવ્યાનો આક્ષેપ પણ યુસુફ ખફી એ કર્યો હતો,
તો વિપક્ષના સભ્ય દેવશી આહીર એ મનપાના ઢોરડબ્બામાં મોતને ભેટતા પશુઓની દફનવિધિને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો,અને પશુઓને પુરતો ઘાસચારો ના આપવામાં આવતો હોવાની વાત પણ તેણે સભામાં કરી તો પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજી એ ભૂગર્ભ ગટરની કામગીરી મા ગઢનીરાંગ થી કેનાલ સુધી ની કામગીરી અંગે મુદાસર રજૂઆત કરતાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી મેયર કરશન કરમુર એ ભૂર્ગભશાખાના અધિકારીઓને આદેશ કર્યો હતો,
આજે મળેલ સામાન્ય સભામાં આવ ભાઈ હરખા અને આપણે બેય સરખા નો ઘાટ ઘડાયો હોય તેમ મોટાભાગના મુદાઓ પર પોતાનો વિરોધ નોંધાવતા વિપક્ષના સભ્યો એ વેતનવધારાની બાબત મા કોઈ વિરોધ નો સુરના નોંધાવતા સર્વાનુમતે સભ્યોના માનદ વેતનમાં વધારો મંજુર કરવામાં આવ્યો હતો,
આમ આજે મળેલ જામનગર મનપાની સામાન્ય સભામા વિપક્ષ દ્વારા કેટલાય મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે તેની અસર કેટલી થશે તે જોવું રહેશે…