mysamachar.in-જામનગર
ઉપરના વિડીયો નું દ્રશ્ય જોઈ ને આપ એવું ના વિચારશો કે આ દ્રશ્ય ફિલ્મના શુટીંગ દરમિયાન નું છે,પણ આ દ્રશ્ય જામનગર રાજકોટ હાઈવે પર બાણુગાર ગામ નજીક પુરપાટ ઝડપે દોડતી એક કાર એકાએક પલટી મારી રહી છે તેનું છે,રૂવાલા ઉભા કરી દેવા આ દ્રશ્યમાં કાર ગુલાંટો મારતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે,
આ કાર જે જગ્યા પર ગુલાંટો ખાઈ ગઈ ત્યાં નજીકમાં આવેલ એક પેટ્રોલપંપ ના સીસીટીવી કેમેરામાં આ દ્રશ્ય કેદ થઇ ચૂક્યું છે,કાર એ ગુલાંટો માર્યા બાદ પણ એટલી હદ સુધી ધસડાઈ કે પાસે રહેલા વીજપોલ ને પણ મોટું નુકશાન પહોચ્યું હોવાનું અનુમાન છે,જો કે કોઈપણ કારણોસર બેકાબુ બનેલ આ કારની ગુલાંટો સમયે અન્ય વાહનચાલકો અહીંથી પસાર ના થતા હોય મોટી દુર્ઘટના પણ ટળી હતી.