Mysamachar.in-જામનગર:
પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તરીકે જ્યારથી જામનગરમાં કે.કે.ઉપાધ્યાયએ કમાન સંભાળી છે ત્યારથી જામનગર આરટીઓનો વહીવટ વધુ પારદર્શી બન્યો છે, આવનાર અરજદારોને કોઈ પણ અગવડ ના રહે તેવો અભિગમ શક્ય ત્યાં સુધી જામનગર આરટીઓ કચેરીનો મોટાભાગના કિસ્સાઓમાં રહે છે ,
એવામાં આર.ટી.ઓ. કચેરી જામનગર દ્વારા ટેક્ષ ડિફોલ્ટર મેગા એન્ફોર્સમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કે.કે.ઉપાધ્યાય દ્વારા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સની બે અલગ અલગ ટીમ બનાવી વિવિધ સ્થળોએ ટેક્ષ ભરપાઈ કરેલ ન હોય તેવા વાહનોના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન 45 જેટલા વાહનો પાસેથી સ્થળ પર જ પેનલ્ટી સાથે ટેક્ષ રીકવરી અથવા વાહન ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કુલ રૂ. 28,33,139 ની વસુલાત કરવામાં આવેલ.
આવનારા સમયમાં પણ આર.ટી.ઓ. દ્વારા ટેક્ષ ડિફોલ્ટરો વિરુદ્ધ ડ્રાઈવ ચાલુ રહેવાની હોવાથી જે વાહનમાલિકોએ પોતાના વાહનો માટે ટેક્ષ ભરવાનો બાકી હોય તેઓ સત્વરે તે અંગેની ભરપાઈ કરી આપે તેમ જામનગર આર.ટી.ઓ. કે.કે.ઉપાધ્યાય દ્વારા વાહનમાલિકોને અનુરોધ સહ જણાવાયું છે.
