mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાની પોલીસમાં નવા એસપી શરદ સિંઘલ એ આવી અને જાણે પોલીસમાં નવું જોમ પૂરી ને પોલીસને વધુ પડતી દોડતી કરી દીધી છે,જે રસ્તાઓ પર ટ્રાફિક ડ્રાઈવ ના રૂપમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે અને નિર્દોષ નાગરિકો દંડાઈ રહ્યા છે,અને હવે લોકોનો રોષ ધીમેધીમે સામે આવી રહ્યો છે,
એવામાં ગત સાંજે અચાનક જ જામનગર પોલીસને એવું યાદ આવી ગયું કે જામનગર શહેર અને જિલ્લામાં માત્ર દારૂ વેચાણ થઇ રહ્યો છે,તેમ સાંજે તમામ ડીવીઝન પોલીસ સહિતની બ્રાન્ચોના માણસોને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બોલાવી લઈને તમામ ને દારૂની બદી પર તૂટી પાડવા આદેશ ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવ્યો,સારી વાત છે દારૂની બદીને પોલીસ દુર કરે તેનાથી કોઈ સંદેહ ના હોય શકે પણ આ ડ્રાઈવ શરુ થતા જ એવું લાગ્યું કે જામનગર જિલ્લામાં થી મોટીમાત્રામાં થી દારૂ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ ઝડપાઈ જશે,
પણ કોણ જાણે પોલીસ બુટલેગરો ના ઘરે પહોચે તે પૂર્વે જ જાણે બુટલેગરો સુધી પોલીસ તેમની મહેમાન બનવાની છે તેવા સમાચારો વહેતા થઇ જતા અમુક બુટલેગરો તો જાણે પોલીસનું સ્વાગત કરવા ઉભા હોય તેમ “આવો સાહેબ જુઓ અમારું ઘર માલછે નહિ હો કાઈ” તેવા શબ્દો પોલીસકર્મીઓ ને કહેતા સાંભળવા મળ્યા હતા,
આમ પોલીસનો ઉદેશ દારૂ ઝડપી પાડવાને લઈને ખુબ ઉમદા હતો,પણ સ્થિતિ એવી નિર્માણ પામી કે પોલીસે બપોર થી રાત સુધી સંખ્યાબંધ ટીમો બનાવી ને અથાગ મહેનત કરી પણ પોલીસને શહેરીવિસ્તારમા થી માત્ર ૪૨ કેસો જયારે ગ્રામીણ વિસ્તારોમા થી માત્ર ૩૫ કેસો એમ કુલ મળીને ૭૭ કેસો જ કરવા મળતા એવું લાગ્યું કે પોલીસે ખોદયો ડુંગર અને નીકળ્યો ઉંદર…