Mysamachar.in-જામનગર:
જામનગરમાં પશ્ચિમ ગુજરાત વીજકંપનીના અધિક્ષક ઈજનેર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ વાય.આર.જાડેજાએ કેટલાક નવા અભિગમો વીજગ્રાહકો અને પીજીવીસીએલના હિતમાં અમલમાં મુકાય તે માટેની કાર્યવાહીઓ આરંભી છે. હવે થાય છે એવું કે કેટલાય કીસ્સાઓમાં એવું સામે આવતું હોય છે કે કેટલાય વિસ્તારોમાં ટીસી છે તે બળી જાય છે અને પાવર વધઘટના પ્રશ્નો સામે આવતા રહેતા હોય છે ત્યારે આવા પ્રશ્નોના મૂળમાં જઈ અને અધિક્ષક ઈજનેર જાડેજાએ બીલની સાથે વીજલોડ યોગ્ય છે કેમ તે અંગે પણ ગ્રાહકોને જાગૃત કરાવવા માટેની એક નવી પહેલ શરુ કરાવી દીધી છે,
કેટલાય રહેણાકોમાં એવું હોય છે કે રહેઠાણ શરુ કર્યું ત્યારે સામાન્ય લોડ હોય બાદમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો વધે પણ સામાન્ય સંજોગોમાં મોટાભાગના વીજ ગ્રાહકો લોડ વધારા ઘટાડા અંગે અજાણ હોવાથી તેવો લોડ વધારા અંગેની પ્રોસેસ કરતા નથી પરિણામે જે તે ગ્રાહકને તો નુકશાન થાય છે પણ વારંવાર જે તે વિસ્તારોમાં આવા કનેકશનોની સંખ્યા વધી જવાને કારણે જે-તે વિસ્તારોમાં ટીસી બળી જવા પાવર વધઘટ થવી સહિતના પ્રશ્નો થાય છે,
ત્યારે આજે Mysamachar.in સાથે વાત કરતા અધિક્ષક ઈજનેર વાય.આર.જાડેજા એ કહ્યું કે અમે વીજગ્રાહકોને આ અંગે જાગૃત કરવાનું શરુ કર્યું છે અને જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 6500 લોકોને આ અંગે લેખિત નોટીસ આપી જાણ કરાઈ છે, ગ્રાહકોએ આ અંગે માત્ર લોડ વધારા અંગેનો એક વખતનો પ્રોસેસિંગ ખર્ચ જ આપવાનો હોય છે જે તે વિસ્તારમાં ટીસી બદલવાનો ખર્ચ ગ્રાહકે આપવાનો હોતો નથી ત્યારે વીજગ્રાહકોએ જાગૃત થઇ અને પોતાના ઘર કે કોમર્શીયલ જે કોઈ સ્થળે જો વીજલોડ વીજબીલ કરતા વધુ હોય તો તુરંત જ લગત વીજકચેરીએ જઈ અને વીજલોડ વધારાની અરજી અને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેમ કરવાથી જે તે વિસ્તારમાં વીજ ગ્રાહકોને પરેશાની ભોગવવાનો વારો આવશે નહિ અને પીજીવીસેલ તેમજ વીજગ્રાહકોને નુકશાની ભોગવવાનો વારો આવશે નહી અને જે ગ્રાહકોએ બીલમાં દર્શાવેલ વીજલોડ કરતા વધુ વીજ વપરાશ કરતા હોવાનું ધ્યાનમાં આવશે તો તેની વિરુદ્ધ દંડકીય કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ અધિક્ષક ઈજનેરે વાતચીતના અંતે જણાવ્યું હતું.