Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકામાં ત્રણ દાયકા થવા આવ્યા ભાજપનું શાશન છે, ત્યારે શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો કરે છે છતાં પણ આજે કેટલાક પ્રશ્નો શહેરમાં છે, ત્યારે તાજેતરમાં જ ભાજપ દ્વારા આગામી અઢી વર્ષ માટે જામનગર મનપામાં આગામી અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની નિયુક્તિ કરી છે. ત્યારે આજે તમામ નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ જામનગર સહીત ગુજરાતના વાંચકો માટે સૌથી વિશ્વસનીય ન્યુઝ પોર્ટલ જે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે તેની મુલાકાતે હતા.
my samachar ની ઓફીસ ખાતે પહોચેલ નવ નિયુક્ત પદાધિકારીઓ ઉપરાંત ભાજપ સંગઠન ટીમના શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરાના માર્ગદર્શન મુજબ મહામંત્રીઓ મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાશક જૂથ નેતા આશિષ જોશી દંડક કેતન નાખવા અને મીડિયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકર પણ સાથે રહ્યા હતા જેમને my samachar ના મેનેજીંગ એડિટર દર્શન ઠક્કર અને ન્યૂઝ એડિટર રવિ બુદ્ધદેવે આવકાર્યા હતા, અને આગામી સમયમાં શહેરનો સતુંલિત વિકાસ થાય અને શહેરની સમસ્યાનું સચોટ નિરાકરણ કરવામાં પદાધિકારીઓની નવી ટીમને સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી..
my samachar ની મુલાકાત વેળાએ મેયર સ્ટે કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ my samachar સાથેની વાતચીતમાં કહ્યું કે આગામી સમયમાં શહેરનો ચોતરફથી વિકાસ થાય અને શહેરને નવા નવા પ્રોજેક્ટ અલગ અલગ ગ્રાન્ટોના હેડ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે અને શહેરની સુંદરતામાં વધુ ચાર ચાંદ લાગે તેવા પ્રયાસો હશે તો શહેરની જે રોજીંદી સમસ્યાઓ છે તેના તમામ નિરાકરણ માટેનો 100% નિકાલ આવે તે દિશામાં બ્લુ પ્રિન્ટ બનાવી અને તેના પર આગળ વધવામાં આવશે અને સમસ્યાઓ મુક્ત અને વિકાસ યુક્ત જામનગર શહેર બને તે દિશામાં આગળ વધવાની નેમ મનપાની નવી ટીમે દર્શાવી હતી.