Mysamachar.in:જામનગર:
જામનગર 79 દક્ષિણ વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી સતત દોડતા તેમજ કોર્પોરેટર, સ્ટે.ચેરમેન સહિતનો રાજકીય જીવનનો બહોળો અનુભવ ધરાવે છે. તેવોને જબરી રાજકીય કોઠા સુજ છે તે જોઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પસંદગી કર્મણાટક બાદ મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણીમાં પણ કરવામાં આવી છે અને તેવાઓને મધ્યપ્રદેશમાં મનસોદ જીલ્લાની ગરોઠ બેઠક જે ગ્રામીણ ક્ષેત્રની બેઠક છે તેના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, અને આ બેઠક કઈ રીતે કબજે કરી શકાય તે માટે સઘન પ્રચાર અને વ્યૂહરચનાઓ ઘડવામાં દિવ્યેશ અકબરી રાત એક દિવસ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણીઓને ગણતરીના દિવસો છે, ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ભાજપે નેતાઓને મેદાને પ્રચાર અર્થે ઉતાર્યા છે, ત્યારે યાદીમાં જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાતમાં સ્થિર શાસન સાથે કઈ રીતે સર્વાંગી વિકાસ થયો છે, તેની ગાથા દિવ્યેશ અકબરી મધ્યપ્રદેશના મતદારો તરફ વર્ણવી અને તેવો ભાજપ તરફી મતદાન કરે તેવા પ્રયાસો કરી રહ્યા છે.અને માઈક્રો પ્લાનિંગ કરી રહ્યા છે.
મઘ્યપ્રદેશમાં જામનગરના યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઝંઝાવાતી ચુંટણી પ્રચારમાં લાગ્યા છે, અને ભાજપના ઉમેદવારોને જીત મળે તે માટે સઘન પ્રયાસો કરે છે, છેલ્લા કેટલાક દિવસથી મઘ્યપ્રદેશના અનેક ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે.ના માત્ર મતદારો સાથે પરંતુ બુથથી માંડીને તમામ માઈક્રો પ્લાનીગ કઈ રીતે સફળ થાય તેના પ્રયાસો અકબરી કરી રહ્યા છે.ત્યારે જામનગરમાં મતદારોને કોઈ પ્રશ્ન હોય તો તેનું કાર્યાલય રાબેતા મુજબ તેમના ઓફીસ સ્ટાફ અને કાર્યકરો દ્વારા ધમધમી રહ્યું છે.