Mysamachar.in-જામનગર:
રાજ્ય કર વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી એમ્નેસ્ટી યોજનાને જામનગર રેન્જ-24ના કરદાતાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનામાં લાભ મેળવવા પાત્ર કુલ કેસોમાંથી 325 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેમાં કુલ રૂ. 45 કરોડ જેટલી ટેક્સની રકમનો સમાવેશ થાય છે, જે કરદાતાઓનું સ્વૈચ્છિક અનુપાલન સૂચવે છે. આ યોજના કરદાતાઓ માટે પેન્ડિંગ ટેક્સની રકમનું સરળ પદ્ધતિથી ફાઇનલ ડિસ્પોઝલ કરવા માટે સફળ તક સાબિત થઈ છે. જામનગર રેન્જના તમામ કરદાતાઓની સક્રિય ભાગીદારી જોવા મળી છે.
ખાસ નોંધનીય છે કે એમ્નેસ્ટી યોજના હેઠળ લાભ લેવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે. જેમણે સંપૂર્ણ ટેક્સ ચૂકવી દીધો છે પરંતુ હજુ યોજનાની અરજી કરી નથી, તેઓ તાત્કાલિક અરજી કરીને અંતિમ નિવારણ પ્રાપ્ત કરી શકે. જેમના કેસ અપીલમાં છે પરંતુ હજુ પણ એમ્નેસ્ટી યોજનાનો લાભ લેવાનો નિર્ણય લીધો નથી, તેઓ પણ સમયસર અરજી કરીને યોજનાનો લાભ લઈ શકે છે. જેમના કેસમાં ડિમાન્ડની રકમ ભરપાઇ કરવાની બાકી છે, પરંતુ ન તો યોજના હેઠળ અરજી કરાઈ છે કે ન તો અપિલ દાખલ કરાઈ છે, તેમને માટે આ છેલ્લી તક છે કે તેઓ પેન્ડિંગ ટેક્સની રકમની જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકે અને કાયદેસર લેવામાં આવનાર પગલાંથી બચી શકે.