Mysamachar.in:જામનગર
જામનગર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા અને તેમની ટીમ દ્વારા સોશ્યલ મીડીયા દ્વારા થતા ફાયનાન્સીયલ ફ્રોડના ક્રાઈમ જેમકે ટેલીગ્રામ, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી ઠગાઈ તથા છેતરપીંડી જેવા ગુના અટકાવવા તેમજ આવા ગુનાઓ કરતી ફ્રોડરગેંગનો પર્દાફાશ કરવા સતત કાર્યરત હતા, દરમિયાન જામનગરમાં જિલ્લામાં ખાનગી નોકરી કરતા વ્યક્તિને ટેલીગ્રામમાં પાર્ટટાઇમ જોબ ઓફર મેસેજ આવેલ જેમાં જણાવેલ કે, આપને ઘરે બેઠા જોબ કરવી હોય તો મુવી રેટીંગનુ બિઝનેસ છે જે બિઝનેસમા મુવીની ટીકીટ ખરીદી રેટિંગ આપવું પડશે તેનું કમીશન મળશે તેવું જણાવેલ આ બીઝનેશને એ લોકો “ટીકીટીંગ” કહેતા રેટીંગમાં પ્રતિ દિવસ 2500-5000 જેટલી આવક મળશે તેમજ વર્ક ફ્રોમ હોમ તેવું જણાવી “ઓછા સમયમાં ઘરે બેઠા વધુ પ્રોફીટ મેળવો” એવું જણાવેલ.
તેમજ આ જોબ ઓફર બાબતે જાણાવી ફેક વેબસાઇટમાં લોગીન કરાવી રજીસ્ટર માટે મોબાઇલ નંબર પર ઓટીપી પાસવર્ડ સેટ કરાવી એમાં એકાઉન્ટ ખોલાવી તથા ટેલીગ્રામ ગ્રુપના મેમ્બર બનાવેલ ત્યારબાદ તેમને 28 ટીકીટ મેળવી હતી. ટીકીટ ખોલી તેમાં રેટિંગ અપાવી ફરીયાદીના ખાતામાં ડબલ પૈસા જમા કરાવી ફરિયાદીને લલચાવી ફોસલાવી વિશ્વાસમાં લઈને વધુ ને વધુ ટીકીટની ખરીદી કરાવી ફરી કટકે કટકે ટીકીટના પૈસા ભરાવેલ તેમજ તે રૂપીયા પરત મેળવવા માટે જણાવેલ કે તમારી લેણી રકમ વધુ હોવાથી 50% સરચાર્જ ભરવો પડેશે જેથી મેં ફરી કટકે કટકે વધુ રકમ ભરાવેલ તેમજ ફરીયાદી સાથે ઠગાઇ કરી અને મની લોન્ડરીંગનો ગુનો દાખલ થશે તેવો ભય બતાવી વધુ રકમની માંગણી કરી છેતરપીંડી કરાવી જે બાબતની ફરીયાદ મળતા ફરીયાદીની ગયેલ રકમ બાબતે ત્વરીત સઘન તપાસના ચક્રો ગતીમાન કરેલ.
જેમાં આરોપીના એકાઉન્ટની ડીટેલ મંગાવી તેનું એનાલિસિસ કરતા એકાઉન્ટ ધારકની શીઘ્ર તપાસ દરમ્યાન આરોપીના લોકેશન સુરત ખાતે ના આવતા હોવાથી સાયબર ક્રાઈમની વિશેષ ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલ એક શકમંદ ઇસમ સ્મિત પટોલિયા લોકેશનની ડીટેલ મેળવી પકડી સુરત ખાતેથી પકડી પાડી અટક કરેલ તથા પૂછપરછ કરતા ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડી પાડવાની તપાસ હાલ ચાલી રહી છે.