Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતાની માલિકીની એક્ ટગ ગત શનિવારે રાત્રે કચ્છ નજીકના દરિયામાં જળ સમાધિ લીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે, જે ટગમાં બીએસએફના એક જવાન તેમજ 5 ક્રુ મેમ્બરો હતા જે તમામ છ ને સ્થાનિક માછીમારોએ બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી,
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા યુસુફ ખફી કે જેઓની માલિકીની બીપી 1264 ‘એમ.ટી.નવાબ’ નામની ટગ કે જે કચ્છના કોરીક્રિકમાં બીએસએફ દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળે સામાન લઈને જતી હતી.દરમિયાન પૂનમની રાતે દરીયામાં ખૂબ જ ભરતી હોવાથી કચ્છના નારાયણ સરોવર નજીકના દરિયામાં ટગમાં ભારે પાણી ભરાઈ જતા ટગ ડૂબવા લાગી હતી
આ અંગે વિગતો આપતા યુસુફ ખફીએ કહ્યું કે જે ટગ ડૂબી તેમાં સુરક્ષાના ભાગરૂપે ટગમાં બીએસએફના 1 જવાનને રખાયા હતા, જે જવાનો અને 5 ક્રુ મેમ્બરો કે જેઓ જીવ બચાવવા માટે દરિયામાં કુદી પડ્યા હતા, અને નારાયણ સરોવર નજીકના દરિયામાં માછીમારોએ તાત્કાલિક અસરથી તમામ 6 લોકોને પોતાની માછીમારી બોટમાં ખેંચી લઈ સલામત રીતે બચાવી લીધા હતા, અને કાંઠે પહોંચાડી દીધા હતા. જેથી કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે ટગે જળ સમાધિ લઈ લીધી છે.