mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિદ્વારકા પર થોડી મોડી પણ મેઘરાજાએ સારી એવી મહેર કરી છે..અને બને જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ થી નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે..ત્યારે બને જીલ્લાઓમા નોંધપાત્ર વરસાદ વરસતા બને જીલ્લાના નાના ચેકડેમો અને તળાવો તો ભરાઈ જ ચુક્યા છે..જયારે મોટા ડેમો જે સિંચાઇ અને પીવાનું પાણી પુરુ પાડતા હોય તેવા ડેમો પણ ભરાઈ જતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે..જામનગર જીલ્લાના આજ સવાર સુધીમાં પાંચ ડેમો જેમાં ઉમીયાસાગરડેમ,ઉંડ૩,ઉંડ૪,બાલમભડી,પન્ના સહિતના ડેમો જયારે દેવભૂમિદ્વારકા જિલ્લાનો આહીરસિંહણ ડેમ પર ગતરાત્રીના ઓવરફ્લો થઇ ચુક્યો છે..
તો જામનગર શહેર ને પાણી પુરુ પાડતા જળાશયોમાં આજે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ખુબ જ નોંધપાત્ર કહી શકાય તેવી આ પ્રમાણે ની આવક થઇ હોવાનું જામનગર મહાનગરપાલિકા ના વોટરવર્કસ વિભાગના નાયબ ઈજનેર પી.સી.બોખાણી એ જણાવ્યું હતું..
ડેમ ઊંડાઈ નવોજથ્થો કુલ જથ્થો
રણજીતસાગર ૧૧.૮ ૧૫.૦ ૨૦૫.૦ MCFT
ઉંડ-૧ ૧૨.૬૩ ૬૮.૦ ૬૬૮.૦ MCFT
સસોઈ ૧૫.૦૩ ૧૨૬.૦ ૬૨૭.૦૭ MCFT
આજી-૩ ૧૨.૩૦ ૬૦.૦ ૪૩૯.૦ MCFT