mysamachar.in-જુનાગઢ
એક આઈપીએસ અધિકારી કેવા હોવા જોઈએ..તેનું ઉમદા ઉદાહરણ એટલે જામનગરના પૂર્વ એસ.પી અને હાલ જુનાગઢ રેન્જ આઈ.જી.સુભાષ ત્રિવેદી છે…આજની તારીખે પણ જામનગર તો ઠીક પણ જ્યાં જ્યાં સુભાષ ત્રિવેદી પોતાની ફરજ બજાવી અને અન્ય જિલ્લામાં જાય છે,ત્યારે લોકો અને ખુદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સુભાષ ત્રિવેદી ને ખુબ જ યાદ કરે છે,
આજે દીપાવલી નો પાવનપર્વ છે..ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ પોત પોતાના શુભકામના સંદેશાઓ અલગ અલગ માધ્યમ થી આપતા હોય છે,ત્યારે સુભાષ ત્રિવેદી એ આપેલ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાના સંદેશમા પણ તેવોની ફરજ નિષ્ઠા ઉભરી આવે છે,
જુનાગઢ રેન્જના લોકોને સંબોધન કરતાં આ સંદેશામાં પણ લોકો પોલીસ થી ભયભીત ના થાય અને પોલીસ સુધી આવી અને પોતાના પ્રશ્નનની રજૂઆત કરે તેવો ખુલ્લામન ના સંદેશમાં સુભાષ ત્રિવેદી કહી રહ્યા છે કે દીપાવલી પ્રકાશનું પર્વ છે,અંધકાર દુર કરી જીવનમાં પ્રકાશ આવે એ સનાતનધર્મ ની સંસ્કૃતિ મુજબ પ્રકાશ,જ્ઞાનનો હોય,પ્રેમ નો હોય,સંવેદના નો હોય,આ પર્વ દરમિયાન સૌ એ જીવનમાં એક એવું કામ કરવું કે સાંજે સુતી વખતે એવો અહેસાસ થાય કે આ જીવન નો અર્થ મળ્યો છે,
દિવાળી અને નૂતનવર્ષની શુભકામના પાઠવતા સુભાષ ત્રિવેદી એમ પણ જણાવે છે કે લોકોની સુરક્ષા માટે અમે કટીબદ્ધ છીએ..અને સુરક્ષાનો અહેસાસ આપવો એ અમારું પરમ કર્તવ્ય છે,અને લોકો પોતાના પ્રશ્નો માટે સીધા જ પોલીસ પાસે,પોલીસવડાઓ પાસે અને ખુદ રેન્જ આઈ.જી,તરીકે તેમની પાસે જવા માટે પણ અપીલ કરી…
અને લોકો ની સેવા એ જ પોતાનો ધ્યેય હોવાનું તેમના સંદેશમાં અંતે રેન્જ આઈ.જી સુભાષ ત્રિવેદી એ જાણાવ્યું હતું..