Mysamachar.in-જામનગર:
જામનગર PGVCL માં ચોક્કસ સમયના અંતરે કંઇક-કંઇક કરોડોના કૌભાંડ નીકળી પડે છે, જેની તપાસ પણ થાય છે બાદમાં ક્યારેક પગલા પણ લેવાય તેવીજ રીતે એક ખુબ જાણીતી ગેરરિતીની છે…ક હવે તપાસ શરૂ થતા ખુદ PGVCL ના વર્તુળોમા પણ ભારે આશ્ચર્ય ફેલાયુ છે,. વાત જાણે એમ છે કે ઉદ્યોનગર સબડીવીઝન હેઠળના વિસ્તારોમાં રેસીડન્સ ઝોનમાં પણ ઇન્ડસ્ટ્રીઝ કનેક્શન અપાયા પરંતુ બીલ બને રેસીડન્સ ટેરીફ મુજબ આવા કનેક્શન આપવા ઘણી રમતો રમાઇ છે, અને ખુબ મોટી સંખ્યામાં આવા કનેક્શન અપાયા જેથી વીજ વિભાગને નુકસાન જાય તેનાથી વધુ ફાયદો તો કનેક્શન આપનારા જે તે વખતના અધીકારી અને એકલ દોકલ એના મળતીયાઓએ ઘર ભેગો કર્યો છે,
જોકે હાલના જવાબદારે પણ આ પરંપરા જાળવ્યાની ચર્ચાતો છે પરંતુ તેની તપાસ કદાચ ભવિષ્ય માં થાય તેવુ બની શકે છે, PGVCL અધીક્ષક રાડાના જણાવ્યા મુજબ હાલ જુદી-જુદી ટીમ શંકાસ્પદ વીજ જોડાણો ચેક કરી રહી છે એ તમામ ચેકીંગ પુર્ણ થયે કંઇક વધુ લાઇટ સમગ્ર પ્રકરણ પર પડી શકે તેમજ કોર્પોરેટ કચેરીના નિર્દેશથી આ તપાસ ચાલે છે, હાલના અધિક્ષકએ આ ઓપન સીક્રેટ જેવા કૌભાંડના મામલે ઘણી બાબતો જાહેર કરવાથી કિનારો કર્યો પરંતુ સર્કલ કચેરીમાં ચાલતી ચર્ચા મુજબ કોક મોટા અધીકારીએ કે કોન્ટ્રાક્ટરે જુની દાઝ કાઢવા મજબુત રજુઆત કરી હોય યુનિયન આગેવાન એવા આ એક વીજ અધીકારીએ અત્યાર સુધી મૌજ કરી પરંતુ હવે પાપ છાપરે ચડી પોકારે તેમ પ્રમોશન મળે તો ય લીસોટા તો ભુંસાય નહી…..વગેરે ચર્ચાઓએ જોર પકડ્યુ છે.હવે ખરેખર કઈક બહાર આવશે કે પછી ઘી ના ઠામમાં ઘી..?