Mysamachar.in-જામનગર
છેલ્લા દોઢ વર્ષ થયા કોવીડના કારણે નાના નાના ભૂલકાઓનું શાળાએ જવું, પ્રત્યક્ષ રીતે ભણવું, મિત્રોને મળવું, હસી, મજાક કરવું તે બધું જ બંધ થઈ ગયું છે. વિધાર્થીઓના જીવન માનસ અને કારકિર્દી ઉપર તેની ખુબજ વિપરીત અસર થાય છે. તાજેતરમાં એશિયા ખંડની ખુબ જ નામાંકીંત એવી એજ્યુકેશન વર્લ્ડ મેગેઝીને એકતા સોઢાનું ઈન્ટરવ્યું પ્રકાશિત કરેલ જે જામનગરના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન વાત છે.
આ ઈન્ટરવ્યુંનો હેતુ છેલ્લા દોઢ વર્ષ થયા શિક્ષણ જગતમાં આવતાં પાયાના ફેરબદલ, પડકારો તથા વલણો જાણવાનો હતો. ઈન્ટરવ્યું દરમિયાન એકતા સોઢાએ વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓ ઉપર ખુબજ ખુલીને ચર્ચા કરી. તેઓએ કહ્યું કે આપણો દેશ અને આપણી શિક્ષણ વ્યવસ્થા આ પ્રકારના પેન્ડેમિકની સામે ટકી રહે તેવું શક્ય ન હતું દેખાતું પરંતુ સમય જતાં દરેક શાળા, શિક્ષકે વિધીર્થીઓ અને વાલીઓએ એકજુથ થઈ એ પ્રકારના સમાંતર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી લીધી કે જેની કોઈને કલ્પના પણ ન હતી એકતા સોઢાએ જણાવ્યું કે શિક્ષણ ખુબજ ભારે અને જટીલ ન લાગે તે માટે કેડમસ સ્કુલ ઝૂમ અને વોટસએપના સમનવયથી ખુબ જ અસરકારક શિક્ષણપ્રણાલી ઉભી કરેલ છે.
એકતા સોઢાએ શાળા સંચાલકોને શાળાના સંચાલન દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તેનાં વિશે ચર્ચા કરી આવનાર સમય દરમિયાન શિક્ષણને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તે માટે દરેક શાળાએ બ્લેન્ડેડ-હાઇબ્રીડ લર્નિગ તરફ વળવું જ પડશે જેની બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે. પ્રત્યક્ષ રૂપે જલ્દી શાળાઓ શરૂ થાય અને દરેક શાળાના આગણા ફરી એક વખત ખીલી ઉઠે તેવી એકતા સોઢાએ પ્રાર્થના કરી ઈન્ટરવ્યુંને વિરામ આપ્યો.