mysamachar.in:જામનગર
શહેરમા છેલ્લા કેટલાય સમયથી એલઈડી લાઈટ નો મુદ્દો સ્થાનિકો અને ખુદ કોર્પોરેટરો માટે માથાના દુખાવા સમાન બની જવા પામ્યો છે,છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી તાજેતરમાં જ મનપાના વિપક્ષ દ્વારા સ્ટેન્ડીંગ કમીટીનો ઘેરાવ કરી અને શાશકો ને રોગચાળા અને એલઈડી લાઈટ મુદે ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો,
ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા અલ્તાફ ખફી,કોર્પોરેટર દેવશી આહીર અને શહેર કોંગ્રેસ મહામંત્રી સાજીદ બ્લોચ એ માય સમાચાર ની મુલાકાત લઇ અને ન્યુઝ એડીટર રવિ બુદ્ધદેવ સાથે વાતચીત કરતાં શાશકો પર એલઈડી લાઈટ મુદે ગંભીર આક્ષેપો કર્યા છે ઉપરાંત આવનાર દિવસોમાં ટેક્ષ સબંધી એક મોટો ગોટાળો આધારપુરાવા સાથે છતો અલ્તાફ ખફી દ્વારા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું,
વધુમાં વિપક્ષ નેતા ખફી એ કહ્યું કે એલઈડી લાઈટનો કોન્ટ્રાક્ટ રાખનાર ખાનગી પાર્ટી છેલ્લા આઠ માસથી કામગીરી બંધ કરી અને ટેન્ડરની શરતો નો ભંગ કર્યો છે,છતાં પણ શાશકો કે અધિકારીઓ તેની સામે કાર્યવાહી ના કરી અને શું સાબિત કરી રહ્યા છે તે જવાબ પણ શાશકોએ આપવો ઘટે,જે ખાનગી પાર્ટી એ કોન્ટ્રાકટ રાખ્યો હતો તેણે કામ બંધ કરી દેતા મનપાએ અધુરામાં પુરુ હોય તેમ શહેરમા માત્ર લાઈટોના રીપેરીંગ થઇ શકે તે માટે નવી લાઈટો બદલી શકે નહિ તેવી રીતે ખાનગી માણસો પાસે કામ કરાવી અને લાખ ના બાર હજાર કરી રહ્યાનો આક્ષેપ પણ તેણે કર્યો,
પોતાની મુલાકાત દરમિયાન અલ્તાફ ખફી અને દેવશી આહીર એ એમ પણ કહ્યું કે એલઈડી લાઈટ મામલે શાશકપક્ષ ભાજપની આંતરિક એક ચોક્કસ પ્રકારની લડાઈ ચાલી રહી છે અને તેનો ભોગ અંધારામાં ધકેલાઈ ને શહેરીજનો બની રહ્યા છે,અને જો એલઈડી લાઈટ મામલાનું યોગ્ય નિરાકરણ ના આવે તો શહેર ટૂંકસમયમાં અંધકારમા તો ફેરવાશે જ સાથે મનપાને કરોડોની નુકશાની પણ થશે,
એલઈડી લાઈટ ઉપરાંત શહેરીજનો ના કોઈપણ પ્રશ્નો હશે તેમાં મનપાનો વિપક્ષ એક થઇ ને તે પ્રશ્નોનો નિકાલ કોઈપણ ભોગે આવે તેવા પ્રયાસો કરી અને લોકોનો અવાજ ઉઠાવવા હમેશા કટીબદ્ધ રહેશે તેમ મુલાકાત ને અંતે અલ્તાફ ખફી અને દેવશી આહીર એ જણાવ્યું હતું.