Mysamachar.in-મોરબીઃ
દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસનો દિવસ આવે છે. કહેવાય છે કે આ દિવસ તાંત્રિક વિદ્યા કરવા માટે સારો હોય છે. વિવિધ તાંત્રિકો આ દિવસે મેલી વિદ્યા કરતાં હોય છે, જો કે આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા પર આંખ બંધ કરી વિશ્વાસ કરતાં હોય છે. ખાસ કરીને મહિલાઓ આવી અંધશ્રદ્ધાની ઝપેટમાં ઝડપથી આવી જતી હોવાનું કહેવામાં આવે છે. જો કે શિક્ષણ અને જાગૃતિને કારણે લોકો ઢોંગી તાંત્રિકો પર વિશ્વાસ કરતાં થોડા અટક્યા છે, ગેરમાન્યતાને દૂર કરવા જન વિજ્ઞાન જાથા દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવતાં હોય છે. કાળી ચૌદસ નિમિતે જાથા દ્વારા રાજય કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત મેલી વિદ્યા અને ભૂત-પ્રેતને ખોટી સાબિત કરવા માટે મહિલાઓએ અનોખી રેલી કાઢી હતી. મહિલાઓએ ભૂત-પ્રેતની નનામી કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ અનોખો કાર્યક્રમ આર્ય સમાજ અને ટંકારા ગામના લોકો સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં ટંકારાનાં આર્ય સમાજ ચોક ખાતેથી મેલી વિદ્યાની નનામી કાઢવામાં આવી હતી. સામાન્ય રીતે નનામીને કાંધ પુરુષ જ આપતા હોય છે, પરંતુ અનોખી નનામીને મહિલાઓ અને યુવતીઓએ કાંધ આપી હતી. તો ભૂતના મોહરા પહેરી બાળકો અને ટંકારા વાસીઓ હોંસે હોંસે જોડાયા હતા. આ નનામી રેલી સ્મશાન સુધી પહોંચી હતી. સ્મશાનમાં મહિલાઓ પ્રવેશ કરતી નથી. જો કે, આ અનોખી રેલીમાં મહિલાઓ સ્મશાનમાં પ્રવેશી હતી અને મેલીવિદ્યાની નનામીને પણ અગ્નિદાહ આપ્યો હતો.
આ ઉપરાંત અગ્નિદાસ પર જ ચા બનાવી તેમજ કકળાટ કાડવા ચોકમાં મુકવામાં આવેલા નહિ. તેમજ સ્મશાનમાં જ બનાવી આરોગવમાં આવ્યા હતા. આ ઉપરાંત જયંત પંડ્યા અને તેમની ટીમ દ્વારા મેલીવિદ્યા કે અન્ય ધતિંગ સમયે કરવામાં આવતા જાદુ પણ આ પણ વિજ્ઞાનની મદદથી કેવી રીતે થઈ શકે તે અંગે પ્રત્યક્ષ બતાવ્યા હતા અને ગેરમાન્યતાઓ મૂકી વિજ્ઞાનને અપનાવવા અપીલ કરી હતી. આ જાગૃત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે મેલીવિદ્યાને કારણે અનેક ઢોંગી તાંત્રિકો દ્વારા લોકો પાસેથી પૈસા પડાલેવી લેવામાં આવે છે. ત્યારે લોકો તેમની વાતોમાં ન આવે તે માટે આ ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.