Mysamachar.in-આણંદ:
આણંદ જીલ્લામાં બનતા ધરફોડ ચોરી તથા વાહન ચોરી તથા અન્ય મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા આણંદ જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં જુના મોડલની વેગન આર તથા અન્ય કાર ચોરીના બનાવ બનવા પામેલ હોય આ દિશામાં હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સેલ મારફતે તપાસ કરવા તથા અગાઉ આવી ફોર વ્હીલ વાહનોની ચોરીઓમાં સંડોવાયેલ આરોપી શકદારોની વોચ તપાસમાં રહેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં કાર્યરત હતા.
દરમિયાન એલસીબી ટીમને સંયુક્ત બાતમીદારથી વિશ્વાસપાત્ર માહીતી મળેલ કે, તૌફીકઅલી પીરસાબમીયા સૈયદ રહે.હાડગુડ, ઇન્દીરાનગરીનો અગાઉ ફોર વ્હીલર ગાડીઓની ચોરીઓમા પકડાયેલ હોઇ તેના મિત્ર સોએબશા દિવાન રહે.હાડગુડ સાથે મળી હાલમા પણ ફોર વ્હીલર ગાડીઓની ચોરીઓ કરે છે. જે ચોરી કરેલ વેગન આર ગાર્ડી લઈ વેચવા ફરે છે અને હાલ સામરખા ચોકડી ગામડી રેલ્વે ઓવરબ્રિજ નીચે આ ગાડી વેચાણનો સોદો કરવા સારૂ ભેગા થનાર હોવાની આધારભુત ચોક્કસ હકિકત મળેલ હોઇ વોચ તપાસમાં રહી ત્રણ આરોપીઓને નંબર વગરની વેગન આર કાર સાથે પકડી આધાર પુરાવા માંગતા પોતાના પાસે ના હોય અને ગુજરાત સરકારના અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ.ગુજકોપ દ્વારા તપાસ કરતા શંકાસ્પદ જણાતા આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-41(1)ડી, 102 મુજબ કાર્યવાહી કરી તેઓની યુક્તિ પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ છે.
-વાહન ચોરી કરનાર
-તૌફીકઅલી પીરસાંબમીયા સૈયદ રહે.હાડગુડ ઇન્દીરાનગરી હાલ રહે.ભાલેજ રેલ્વે સ્ટેશન નજીકનો તા.જી.આણંદ. –
સોએબશા ઇફાયતશા દિવાન રહે.હાડગુડ સંજીવની હોસ્પીટલ દરગાહની બાજુમા મદારનગર મુળ રહે,ભડકદતા.સોજીત્રા
ચોરી કરેલ વાહનો લેનાર
-મોસીન મહેબુબ પટેલ રહે.મહમંદી મહોલ્લા, શેખ મજાવર રોડ પોલનબજાર ગોધરા
-સંડોવાયેલ અન્ય આરોપી
-ભયલુ ઉર્ફે દરબાર રહે-હાડગુડ,ધરતીનગર,તા.જી આણંદ
રીક્વેર કરેલ મુદ્દામાલની વિગત
વેગન આર ગાડી નં. GJ-01-HK.4074 કિ.50,000
વેગન આર ગાડી નં. GJ-06-BA-8949 કિ.75000
વેગન આર ગાડી નં. GJ-3-H.-522 કિ.45000
વેગન આર ગાડી નં. GJ-23-A-6485 કિ.50,000
અલ્ટો ગાડી નં.GJ-01-HL-7753 કિ.50,000
બે વેગન આર ગાડીઓના એન્જીન તથા સામાન કિ.રૂ.40,000
મોબાઇલ નંગ-03 કિ. 15,500/- મળી કુલ-3,25,500
-ગુનાની એમ.ઓ.
આરોપી તૌફીક અગાઉ છેલ્લા છ-સાત વર્ષ થી ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ગાડીઓને ચોરીઓના ગુનામાં પકડાયેલ છે અને પોતે પોતાની આગવી કોઠા સુઝથી ડુપ્લીકેટ ચાવી બનાવી વાહન ચોરી કરવાની ટેવ વાળો છે.