Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કોરોના વાયરસનો વ્યાપ વધતો અટકે તે માટે હાલમાં દેશભરમાં લોકડાઉન છે, છતાં પણ કેટલાક લોકો તેને અનુસરવાને બદલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકાના કાનપર શેરડી ગ્રામપંચાયત દ્વારા લોકાડાઉનના સમયમાં અનેરી પ્રેરણાદાયી કામગીરી પ્રકાશમાં આવી છે. જોકે ગ્રામજનોને બીન જરૂરી ઘરની બહાર નહીં નિકળવાની કડક સૂચના આપવામાં આવી છે. કોરોના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનને દરેક નાગરિકો ચુસ્તપણે અમલ કરી રહ્યા છે. અને અનેક વિસ્તારો અને ગામોમાં લોકો કાયદાનો સરેઆમ ભગ કરી રહ્યા છે.
આ મહામારીની ગંભીરતા આવા લોકો જાણીબૂજી ને ધ્યાને લેતા નથી. ત્યારે દ્વારકા જિલ્લાના કાનપર શેરડી ગામના સરપંચે આવા કપરા સમયમાં અન્ય લોકો માટે પ્રેરણાદાયી માર્ગ અપનાવ્યો છે. કાનપર શેરડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગ્રામજનોને સરકાર અને વહીવટી તંત્રની સૂચનાઓ નો ચૂસ્તપણે અમલ કરી ધરમાં રહીને સાવધાન રહોના સૂત્ર ને સમર્થન આપવાની સાથે તેની કડકપણે અમલવારી કરવામાં આવે તેવી કડક સૂચના જાહેર કરવા માં આવી છે. અને ગ્રામજનો જો બીનજરૂરી ધરની બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે,