Mysamachar.in-જામનગર:
ગઈકાલે પતંગનું પર્વ રાજ્યભરમાં ઉજવવામાં આવ્યું. આ પર્વ દરમિયાન ઈજાઓ અને પડી જવાના તથા મોતના બનાવો પણ નોંધાયા અને દિવસભર સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની દોડાદોડી રહી.ઉતરાયણ પર્વ દરમિયાન કાલે રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને રાજ્યભરમાં કુલ 4,947 કોલ મળેલ હોવાનું નોંધાયું છે. જેમાં જામનગર જિલ્લાના 104 કોલનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે એક કિશોરના મોતનો બનાવ પણ નોંધાયો. ઈમરજન્સી કોલની સંખ્યા સૌથી વધુ 732 અમદાવાદમાં નોંધાવા પામી છે.
આ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજાઓ પામવાના કુલ 143 બનાવ નોંધાયા. આ ઉપરાંત અગાશી-ધાબા પરથી પડી જવાના 10 બનાવ નોંધાયા. મોટાભાગના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં, અકસ્માતો નિવારવા વીજતંત્ર દ્વારા વીજ સપ્લાય બંધ રાખવામાં આવી હતી. જો કે તેને કારણે લાખો લોકોને અનેકવિધ હાલાકીઓ પણ અનુભવવી પડી હતી.