mysamachar.in-જામનગર:
કાલાવડ માં છેલ્લા ધણા સમયથી ચાલતી જુગારની કલબ પર અંતે સ્થાનિક પોલીસે જ ખેલ પાડીને વાડીમાં જુગારના બે ફિલ્ડમાંથી ૨૩ જેટલા બહારગામથી જુગાર રમવા આવેલા શખ્સોને રોકડ ૧ લાખ અને વાહનો મળીને કુલ ૧૦ લાખ ઉપરનો મુદામાલ સાથે ઝડપી લીધા છે,
કાલાવડના મછલીવડ ગામની સરકળાં સીમમાં અજયસિહ ઉર્ફે મુન્નાભાઈ બટુકભા જાડેજાની વાડીમાં જુગારની કલબ ચાલતી હોય તેમાં બે ફિલ્ડ બેઠા હતા જેમાં એક ફિલ્ડમાંથી ખુદ વાડી માલિક (૧) અજયસિહ (૨) જેતપુરના જિતેન્દ્ર ભક્તિરામ અગ્રાવત (૩) કુતિયાણાના કોટડા ગામના વિક્રમ કરસન ઓડેદરા (૪) જેતપુરના નિલેશ રાજા ડાંગર (૫) રાણાવાવના વલીમામદ ઈસ્માઈલ (૬) કુતિયાણાના રામા લીલા રાતીય (૭) રાણાકડોરણાના બધા કારા કટારા (૮) પોરબદરના બોખીરાના રાજેશ નાગાજણ ઉર્ફે નગીન ઓડેદરા (૯) રાણાવાવના જગદીશ દેવજી જાદવ (૧૦) જેતપુરના મનોજ ઉમાશંકર (૧૧) પોરબંદરના વિદ્યાર્થી સંદીપ દુદાભાઇ કળછા(૧૨)ઇમરાન ગફાર પોરબંદરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા,
જ્યારે આ વાડીમાં બીજા જુગારના ફિલ્ડમાથી (૧)પોરબંદરના વિદ્યાર્થી રણજીત દુદા ઓડેદરા(૨)પોરબંદરના ધનેશ મનસુખલાલ ઉનડકટ(૩)પોરબંદરના હિતેશ મુકેશ જોશી(૪)પોરબંદરના હામદપરના લીલા ઉગા મેર(૫)જેતપુરના અરવિંદ શિવશંકર તિવારી(૬)પોરબંદરના સુમિત દેવા મેર(૭)પોરબંદરના દેવા ફોગા મોરી(૮)પોરબંદરના નાગા હાજા રાતીયા(૯)પોરબંદરના દેવશી લાખણસી મેર(૧૦)કોટડાના મિણંદ વીજા મેર(૧૧)રાણા કંડોરણાંના દેવા પુંજા ગરચરને ઝડપી લઈને સ્થાનીક પોલીસે પટમાંથી ૧ લાખ ઉપરની રોકડ તથા ત્રણ વાહનો મળીને કુલ ૧૦ લાખની ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,
ના…ના…બીજી વખતજ રમવા બેઠા હતા: પી.એસ.આઈ.ચુડાસમા
કાલાવડમાં લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે છેલ્લા ઘણા સમયથી જુગારના ફિલ્ડ જામતા હતા પણ આ બાબતે જ્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ.ચુડાસમાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ લોકમુખે ચર્ચાતી આ વાત થી નનૈયો ભણીને જણાવ્યુ હતું કે,મછલીવાડમાં બીજી વખત જુગાર રમવા બેઠા હતા પ્રથમ વખત પોલીસને ગંધ આવી જતાં જુગારીઓ ભાગી છૂટયાની કેફિયત તેવોએ આપી હતી.